5 વર્ષનો થયો શાહરૂખનો પુત્ર, જુઓ અબરામ ખાનના સૌથી ક્યુટ Videos

News18 Gujarati
Updated: May 27, 2018, 4:04 PM IST
5 વર્ષનો થયો શાહરૂખનો પુત્ર, જુઓ અબરામ ખાનના સૌથી ક્યુટ Videos

  • Share this:
નવી દિલ્હી: બોલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનનો પુત્ર અબરામ આજે 5 વર્ષનો થઇ ગયો છે. અબરામનો જન્મ 27 મે, 2013 ના રોજ થયો હતો. અબરામની ઉંમર માત્ર 5 વર્ષની છે, પરંતુ તેમની લોકપ્રિયતા કોઈપણ સ્ટાર કરતા ઓછી નથી. શાહરૂખ વારંવાર અબરામ સાથે જોવા મળે છે, આવા અવસર પર લોકોની નજર શાહરુખ પર નહી પણ અબરામ પર વધુ હોય છે, અબરામના જન્મદિવસ પર તેમની માતા ગૌરી ખાને પુત્ર સાથે બે ક્યૂટ તસવીરો શેર કરી તેને અભિનંદન આપ્યા છે.
Happy bday, my gorgeous ...😍


A post shared by Gauri Khan (@gaurikhan) on
શાહરૂખ ખાનના 'પપ્પા' છે અમિતાભ બચ્ચન! જાણો કોને કર્યો ખુલાસો?

આમ તો અબરામ ખાનની તસવીર અને વીડિયો વાયરલ થવામાં સમય લાગતો નથી. આઇપીએલ મેચ દરમિયાન ઘણીવાર શાહરુખન સાથે અબરામ મેદાન પર જોવા મળે છે. ઇન્ટરનેટ એવા કેટલાક વીડિયો છે જે તેમની ક્યુટનેસની સાબિતી છે. આવો નજર કરીએ અબરામ ખાનના 5 ક્યુટ વીડિયો પર..

1 ફિલ્મ, 'હેપી ન્યૂ યર' અને એન્ડ ક્રેડિટમાં પિતા શાહરુખ ખાન સાથે અબરામ ખાન જોવા મળ્યો હતો.
2. આ વીડિયોમાં અબરામ સ્કૂલ ફંકશનમાં છે. ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં એન્યુએલ ડે પર અબરામે ડાન્સ કર્યો હતો.
3. આઈપીએલ મેચ દરમિયાન અબરામ પિતા શાહરૂખ સાથે મેદાનમાં હાજર હતો. પાણી પીધા બાદ અબરામે કંઈક એવુ કર્યું કે જેના કારણે આ વિડિયો વાયરલ થયો.
4. ગયા વર્ષે 16 નવેમ્બરે આરાધ્યા બચ્ચનની જન્મદિવસની પાર્ટીમાં અબરામ શાહરૂખ સાથે ઝૂલા પર ઝુલતો નજર આવ્યો હતો.
5. આ વિડયોમાં શાહરૂખ ખાન ટીમ સાથે ફેસબુક લાઇવ કરી રહ્યો છે. ત્યારે ઇન્ટરવ્યુ વચ્ચે અચાનક અબરામ આવી ગયો અને તેની ક્યુટનેસ પર સૌનું ધ્યાન કેન્દ્રીત થયુ.ઉલ્લેખનીય છે કે શાહરૂખે ગૌરી છિબ્બર સાથે 25 ઑક્ટોબર, 1991ના રોજ લગ્ન કર્યા હતા. આ જોડીના મોટા પુત્ર આર્યનનો જન્મ 1997માં થયો 2000માં શાહરૂખ-ગૌરીએ પુત્રી સુહાનનું સ્વાગત કર્યું. શાહરૂખે જુલાઈ 2013માં સરોગેટ દ્વારા પુત્ર અબરામનો જન્મ થયો હોવાની જાહેરાત કરી હતી.
First published: May 27, 2018, 4:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading