Home /News /entertainment /Happy B'day Abhinav Shukla: અભિનવ શુક્લાને છે એડવેન્ચરનો શોખ, ક્યારેક આ ચોટી પર કરી હતી ટ્રેકિંગ
Happy B'day Abhinav Shukla: અભિનવ શુક્લાને છે એડવેન્ચરનો શોખ, ક્યારેક આ ચોટી પર કરી હતી ટ્રેકિંગ
Instagram/ashukla09
અભિનવ શુક્લા (Abhinav Shukla)નો આજે જન્મ દિવસ છે (Happy Birthday Abhinav Shukla). એક્ટરનાં જન્મ દિવસ પર તેનાં ફેન્સે વધામણાંઓ આપ્યાં છે. આવો જાણીએ તેનાં જીવનમાં જોડાયેલાં કેટલાંક મજેદાર કિસ્સા.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટર અભિનવ શુક્લા (Abhinav Shukla) નો આજે 27 સપટેમ્બરનાં 39મો જન્મ દિવસ છે. તે શો 'બિગ બોસ 14'થી ખુબજ મશહૂર છે. તે એક મોડલ અને ટીવી એક્ટર તરીકે તેની ઓળખ બનાવવામાં કામયાબ રહ્યો છે. તેણે સ્ટંટ શો 'ખતરો કે ખેલાડી 11'માં ખુબજ પસંદ કરવામાં આવ્યો છે. આવો આ ખાસ સમયે આપણે એક્ટરનાં જીવન સાથે જોડાયેલી કેટલીંક ખાસ વાતો જાણો.
અભિનવ પંજાબનાં લુધિયાણામાં મોટો થયો છે. તેણે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયરિંગથી બીટેક કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બીટેક કર્યાનાં તુરંત બાદ તે મિસ્ટર બેસ્ટ પોટેંશિયલ તરીકે પસંદગી પામ્યો હતો. તે ટોપ સિક્સ સ્પર્ધકોમાંથી એક હતો. તેમે 2004માં બેસ્ટ ફીજિકનો એવોર્ડ જીત્યો હતો. અભિનવે તેનાં ટીવી કરિઅરની શૂરઆત શો 'જર્સી નંબર 10'થી કરી હતી. બાદમાં તેણે 'ગીત', 'એક હજારોમે મેરી બહેના હૈ', 'જાનો ક્યાં બાત હુઇ', 'છોટી બહૂ- સિંદૂર બિના સુહાગન', 'હિટલર દીદી' માં નજર આવ્યો હતો. તેણે ટીવી શો 'સિલસિલા બદલતે રિશ્તો કા'માં નેગેટિવ રોલ અદા કર્યો હતો. તે રાજદીપ ઠાકુરનાં પાત્રમાં નજર આવ્યો હતો. ત્યારે તેનાં પરફોર્મન્સનાં ખુબજ વખાણ થયા હતાં.
અભિનવ વર્ષ 2014માં 'જય હો' ફિલ્મથી તેનાં ફિલ્મી કરિઅરની શરૂઆત કરી હતી. તે અન્ય ફિલ્મોમાં પણ નજર આવ્યો હતો. અભિવ એડવેન્ચરનો શોખીન છે. તેણે સ્ોટ કાંગડીની ચોટી પર પણ ચઢાઇ કરી છે. અને પર્વતારોહણમાં પણ ઓળખ બનાવી છે. અભિનવ ફિટનેસ ફ્રિક વ્યક્તિ છે. તે તેનાં બિઝી શેડ્યુલ છતા સમય કાંઢીને વર્કઆઉટ કરી લે છે. તે આઉટડોર એડવેન્ચરનો પણ શોખીન છે.
અભિનવ પત્ની રુબીના દિલૈકની સાથે ઘણું સ્ટ્રોંગ બોન્ડિંગ ધરાવે છે. તેણે 21 જૂન 2018નાં લગ્ન કર્યાં હતાં. તેઓ ઘણી વખત સોશિયલ મીડિયા પર એવાં વીડિયો શેર કરતાં રહે છે જેમાં તેમની મસ્તી અને પ્રેમ જોવા મળે છે.