HBD અમિતાભ બચ્ચન: જયા પહેલાં દિલ્હીની આ યુવતી સાથે Big Bને હતો પ્રેમ, ખોલ્યું રહસ્ય

અમિતાભ બચ્ચને જુના દિવસો યાદ કરી જણાવી હતી પ્રેમ કહાની

Happy Birthday Amitabh Bachchan: અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) આજે તેમનો 78મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. અમિતાભ-રેખા અને જયાનાં ચર્ચા તો તમે બહુ સાંભળ્યા હશે. પણ આપ જાણો છો કે, જયા પહેલાં આ યુવતીનાં પ્રેમમાં પડ્યા હતા અમિતાભ બચ્ચન.

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં મેગાસ્ટાર એટલે કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan Birthday) આજે 78મો જન્મ દિવસ છે. આખા દેશમાંથી તેમને જન્મ દિવસનાં વધામણાં મળી રહ્યાં છે. 11 ઓક્ટોબરનાં રોજ જન્મેલા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણાં જ એક્ટિવ છે. તેમનાં જીવનનાં પન્ના તેઓ સોશિયલ મીડિયા પર ઘણી વખત પલટી ચુક્યા છે.

    બિગ બીએ ગત ટીવી શો કૌન બનેગા કરોડપતિ (Kaun Banega Crorepati) દરમિયાન તેનાં જીવનનો એક મજેદાર કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જયા બચ્ચન પહેલાં તેમનાં જીવનમાં એક યુવતીને તેો દિલ દઇ બેઠા હતાં. જે દરરોજ DTSની બસમાં સફર કરતી હતી.

    અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) એક એપિસોડ દરમિયાન તેમનાં જીવનનો ખુબજ મજેદાર કિસ્સો સંભળાવ્યો હતો તેમણે એક કિસ્સો યાદ કર્યો હતો. આ કિસ્સો દિલ્લીમાં ભણતા હતાં અને DTSની બસમાં સફર કરતાં હતાં. ત્યારનો હતો. બિગ બીએ ગોસ્વામી તુલસીદાસની ચોપાઇ રઘુકુલ રીતિ સદા ચલી આઇ પ્રાણ જાય પર........ન જાઇ..માં શું શબ્દ આવે.. તેનો સાચો જવાબ વચન આવે છે.

    બિગ બીએ ચોપાઇ સાથે જોડાયેલો રોમાંચક કિસ્સો સંભળાવતા કહ્યું કે, તેઓ જ્યારે દિલ્હી વિશ્વવિધ્યાલય (DU)નાં કિરોડીમલ કોલેજમાં ભણતા હતાં. તે દરમિયાન તે DTSની બસથી સફર કરતાં હતાં. તે દરમિાયન દરરોજ એક યુવતીને મળતાં. તે પણ બસમાં. DTSની બસમાં તેઓ કનોટ પ્લેસ આવવાની રાહ જોતા. કારણ કે તે સુંદર યુવતીઓ તે બસમાં ત્યાંથી બેસતી. તેઓ મિરાંડા હાઉસ જેવી કોલેજમાં ભણતી હતી. તે દરમિયાન એક યુવતીને બિગ બી પસં કરવા લાગ્યા હતાં.

    અમિતાભ બચ્ચનાં શોમાં તેમણે ક્યારેય ખુલીને આ વિશે વાત કરી ન હતી. પણ ઘણાં વર્ષો બાદ જ્યારે અચાન તે યુવતી સાથે મુલાકાત થઇ તો તેમણે તેમનાં દિલની વાત કરી હતી. તે સમયે તે યુવતીનાં અન્ય એક મિત્રનું નામ પ્રાણ હતું. ઘણી વખત તેઓ બસમાં સવાર કતાં. પણ યુવતીની મનોદશા મહેશાથી રહી કે પ્રાણ જાય પર બચ્ચન ન જાય. અમિતાભ મુજબ, બાદમાં તે યુવતીએ જ આ વાતનો ઇઝહાર કર્યો હતો. બસમાં અમિતાભ જો ન દેખાતા તો તેમને ગમતુ ન હતું. તેઓ પણ અમિતાભ માટે એવી ભાવના રાખતા હતાં. અહીં સુધી કે તેઓ અમિતાભ માટે પ્રાણને છોડવા પણ તૈયાર હતાં.
    Published by:Margi Pandya
    First published: