Home /News /entertainment /B'day: Taarak Mehta માં કામ કરી ચુક્યો છે MALHAR THAKAR, જાણો તેની અજાણી વાતો

B'day: Taarak Mehta માં કામ કરી ચુક્યો છે MALHAR THAKAR, જાણો તેની અજાણી વાતો

હેપી બર્થ ડે મલહાર ઠાકર

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો રોમેન્ટિંક હિરો કહો કે કોમેડી હિરો કહો.. તે તેનાં કામથી છવાઇ જાય છે. રોમેન્સમાં તે શાહરૂખ ખાનની યાદ અપાવે તો કોમેડીમાં તે ગોવિંદા જેવો લાગે. તેનાં કામનાં દિવાના ચાહકોની સંખ્યા ઘણી મોટી છે. ચાલો તેનાં જન્મ દિવસે જાણીએ તેનાં વિશેની કેટલીક અજાણી વાતો

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ગુજરાતી ફિલ્મોમાં પોતાનાં અભિનયનાં ઓજસ પાથરનારા અને પ્રતિભાશાળી એક્ટિંગથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રાણ ફુંકનારા મલહાર ઠાકરનો MALHAR THAKAR આજે 31મો જન્મ દિવસ છે. આમ તો નાના બાળકો અને મોટેરાઓ હોય કે પછી તેનાં જેવો જ યુવા વર્ગ હોય તે સૌનાં મનમાં વસી ગયો છે. 'વિકીડા'થી લઇ 'સાહેબ' સુધી તેનાં દરેક કિરદારમાં તે બંધ બેસે છે. તેમજ તેની અદાકારીથી તે છવાઇ જાય છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો રોમેન્ટિંક હિરો કહો કે કોમેડી હિરો કહો.. તે તેનાં કામથી છવાઇ જાય છે. રોમેન્સમાં તે શાહરૂખ ખાનની યાદ અપાવે તો કોમેડીમાં તે ગોવિંદા જેવો લાગે. તેનાં કામનાં દિવાના ચાહકોની સંખ્યા ઘણી મોટી છે. ચાલો તેનાં જન્મ દિવસે જાણીએ તેનાં વિશેની કેટલીક અજાણી વાતો

આ પણ વાંચો- શ્વેતા તિવારી માટે સીઝેન ખાને કેમ કહ્યું- 'તે મારી પહેલી અને છેલ્લી ભૂલ હતી'

-મલહારનો જન્મ ગુજરાતનાં સિદ્ધપૂરમાં 28 જૂન 1990માં તેનો જન્મ થયો છે.
-ભલે તેની પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ 2015માં આવેલી 'છેલ્લો દિવસ' હોય. અને આ જ ફિલ્મથી તેને ઘર ઘરમાં ઓળખ મળી ગઇ હોય. તેણે આ પહેલાં નવ વર્ષ સુધી થિએટર કર્યું છે. અને તેણે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં એકાદ બે એપિસોડમાં પણ કામ કર્યું છે.
- મલહારે તેનું ભણતર અમદાવાદની નવરંગ સ્કૂલ અને શેઠ સીએન વિદ્યાલયથી પૂર્ણ કર્યું છે.
-મલહારે 30 વર્ષની ઉંમરમાં ઘણું બધું હાંસેલ કરી લીધુ છે. તેનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે જેનું નામ 'ટિકિટ વિન્ડો એન્ટરટેઇનમેન્ટ' છે. જે તેને એપ્રિલ 2020માં શરૂ કર્યું હતું.

-મલહારે કોરોના મહામારીનાં સમયમાં પોતાનું એક NGO પણ શરૂ કર્યુ હતું જેમાંથી તે કોરોના સંક્રમિત લોકોની મદદ કરતો હતો.
-કોરોના કાળમાં જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં નાના કલાકારો અને વર્કર્સે મુશ્કેલીનો સમય આવ્યો હતો ત્યારે તેમની આર્થિક મદદ પણ મલહારે કરી હતી.
આ પણ વાંચો- MADHURI DIXITએ જણાવ્યું, જ્યારે સુભાષ ઘઇએ કહ્યું હતું, 'ચોલી કે પી છે..'માં પહેરજે પેડેડ બ્રા

-પહેલી ફિલ્મ 'છેલ્લો દિવસ' કરતાં પહેલાં તેણે 15 જેટલી ગુજરાતી ફિલ્મો અને શોમાં નાના મોટા રોલ્સ તેણે કર્યા છે.
- તેની ફિલ્મ 'લવની ભવાઇ' કોમર્શિયલ સફળતા મેળવી હતી તે 100 દિવસથી વધુ સમય સુધી થિએટર્સમાં ચાલી હતી.
-તેની બીજી ફિલ્મ 'થઇ જશે', પાસપોર્ટ, દુનીયા દારી, કેશ ઓન ડિલેવરી,મિડનાઇટ વિથ મેનકા, સરતો લાગુ અને સાહેબ બોક્સ ઓફિસ પર રિલીઝ થઇ છે. જ્યારે તેની લેટેસ્ટ રિલીઝ સ્વાગતમ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી છે.

-આવનારી ફિલ્મોની વાત કરીએ તો વિકીડાનો વરઘોડો, સારા ભાઇ, ધુરંધર, કેસરીયા અને લોચા લાપસીમાં નજર આવશે.
First published:

Tags: Cchello Diwas, Gujarati movies, Happy Birthday, Love ni Bhavai, Malhar Thakar, Tarak mehta ka ooltah chashmah

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો