Hansal Mehta film Captain India: સુભાષે કહ્યું કે પોસ્ટરથી ચોખ્ખુ જાણી શકાય છે કે આ ફિલ્મ એ ઘટના ઉપર આધારિત છે. બોલિવુડ હંગામાને આપેલા ઇન્ટરવ્યૂમાં સુભાષ કાલે કહ્યું હતું કે આ આઈડિયા અમારી તરફથી લીક થયો નથી.
નવી દિલ્હીઃ ફિલ્મ ઓપરેશન યમનના (Operation Yemen) નિર્માતા સુભાષ કાલેએ (Subhash Kale) કેપ્ટન ઇન્ડિયાના નિર્માતાઓ (Captain India) ઉપર સાહિત્યિક ચોરીનો (plagiarism) આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ફિલ્મનો પ્લોટ તેમની ફિલ્મ ઓપરેશન યમન સાથે મળે છે. ફિલ્મ કેપ્ટન ઇન્ડિયાના (Captain India) નિર્દેશક હંસલ મેહતા (Hansal Mehta) છે. ફિલ્મ ઓપરેશન યમન 2015ના (Operation Yemen) ઓપરેશન રાહત ઉપર આધારિત છે. ત્યારે જનરલ વીકે સિંહના નેતૃત્વમાં ઇન્ડિયન આર્મ્ડ ફોર્સેઝે યમન સંકટ દરમિયાન ભારતીય નાગરિકોની સાથે સાથે વિદેશી નાગરિકોને યમનમાંથી બહાર કાઢ્યા હતા.
ફિલ્મના પોસ્ટરમાં એ નથી જણાવવામાં આવ્યું કે કેપ્ટન ઇન્ડિયા ઓપરેશન રાહત ઉપર બની છે. સુભાષે કહ્યું કે પોસ્ટરથી ચોખ્ખુ જાણી શકાય છે કે આ ફિલ્મ એ ઘટના ઉપર આધારિત છે. બોલિવુડ હંગામાને આપેલા ઇન્ટરવ્યૂમાં સુભાષ કાલે કહ્યું હતું કે આ આઈડિયા અમારી તરફથી લીક થયો નથી. યમનની રાજધાની સના શહેર તેમના પોસ્ટરમાં દેખાય છે. આ એવું જ છે જે અમારી ફિલ્મના પોસ્ટરમાં દેખાય છે. શહેરનું આર્કિટેક્ચર અને નજરો એવો જ છે આ દુનિયાના કોઈ બીજા શહેર સાથે મળ નથી ખાતો.
તેઓ વધુમાં જણાવે છે કે પોસ્ટરમાં શહેરની ઉપર થઈ રહેલી બોમ્બબારી દેખાડી છે. શહર સના ઉપરથી પસાર થતાં એક હવાઈ જહાજ દેખાય છે. ફિલ્મનું ટાઇટલ કેપ્ટન ઇન્ડિયા પણ સ્પષ્ટ છે કે આ ફિલ્મ એ ઘટના ઉપર આધારિત છે. સુભાષ કાલેએ એ પણ ખુલાસો કર્યો છે કે અનેક લોકોએ ઓપરેશન યમનમાં રસ દાખવ્યો છે.
સુભાષ કહે છે કે અમે અક્ષય કુમાર સાથે વાત કરી હતી અને તેમને સબ્જેક્ટ પસંદ આવ્યો હતો. પરેશ રાવલે પણ હા પાડી હતી. અમે ખુબ જ આગળ વધી ચુક્યા હતા. અમે આ ફિલ્મ કરશું ભલે કંઈપણ થઈ જાય. કેપ્ટન ઇન્ડિયાના મેકર્સને 2022માં શૂટિંગ કરવાની યોજના બનાવી છે. અમે નવેમ્બર અથવા ડિસેમ્બર 2021થી ફિલ્મનું શૂટિંગ શરુ કરવાની આશા છે.
એ લોકો કહે છે કે અક્ષયએ કહ્યું છે કે લંડનથી પરત ફર્યા બાદ તેમની પાસે ફિલ્મનું નેરેશન હશે. તેઓ ત્યારબાદ નક્કી કરશે કે ફિલ્મમાં વીકે સિંહની ભૂમિકા કરશે કે નહીં. અમને અનિલ કપૂર, પરેશ રાવલ અને બોમન ઈરાની સાથે વાત કરી છે.
ત્રણેયે ફિલ્મમાં રસ દાખવ્યો છે. અમે પરેશ રાવલ ઉપર ફોકસ કરી રહ્યા છીએ. તેમની ઉંમર આ રોલના હિસાબથી છે. જો અક્ષય ફિલ્મ સાથે જોડાશે તો અમે આ ફિલ્મનું શૂટિંગ 2022માં કરીશું. તેમણે હંસલ મેહતાને પોતાના મિત્ર ગણાવ્યા છે પરંતુ તેમણે જણાવ્યું કે હંસલે આ મામલો તેમનો સંપર્ક કર્યો નથી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર