Home /News /entertainment /

હંસલ મહેતા ફરીથી કોરોનાની ઝપેટમાં, પોસ્ટ કરીને લોકોને કરી આ ખાસ આપીલ

હંસલ મહેતા ફરીથી કોરોનાની ઝપેટમાં, પોસ્ટ કરીને લોકોને કરી આ ખાસ આપીલ

હંસલ મહેતા ફરીથી કોરોનાની ઝપેટમાં.

‘સિટીલાઈટ્સ’, ‘અલીગઢ’, અને ‘શાહિદ’ જેવી ફિલ્મોના ડાયરેક્ટર હંસલ મહેતા (Hansal Mehta) એક વખત ફરીથી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આ વાતનો ખુલાસો તેમને પોતે કર્યો છે. તેમને સોશિયલ મીડિયા દ્વારા કોવિડ પોઝિટિવ હોવાની જાણકારી આપી છે અને આ વખતે તેમને કોરોનાનાં ‘હળવા લક્ષણો’ નથી.

વધુ જુઓ ...

    હંસલ મહેતાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ જાણકારી શેર કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું- મારો કોરોના ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. લક્ષણ હળવા નથી. છેલ્લા ઘણા દિવસથી જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, હું તે બધાને વિનંતી કરું છું કે તેઓ કોરોના ટેસ્ટ કરાવી લે અને સુરક્ષિત રહે.

    આ પોસ્ટની સાથે હંસલ મહેતા તે સેલેબ્સની યાદીમાં સામેલ થઈ ગયા છે જેઓ આ વર્ષે કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. છેલ્લા કેટલાક અઠવાડિયાથી, ઘણા સેલેબ્સે COVID-19 પોઝિટિવ હોવાની જાણકારી શેર કરી હતી, જેમાં કેટરિના કૈફ, કાર્તિક આર્યન અને શાહરૂખ ખાનનું નામ પણ સામેલ હતું. તેમનો કોરોનાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. તે ઉપરાંત ટીવી એક્ટ્રેસ નિક્કી તંબોલીએ પણ ખુલાસો કર્યો હતો કે તે કોરોનાની ઝપેટમાં આવી છે અને તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે.

    આ બીજી વખત છે જ્યારે હંસલ મહેતા કોરોનાની ઝપેટમાં આવ્યા હોય. આ પહેલા 2021માં તેમને ખુલાસો કર્યો હતો કે તેમના ઘરના છ લોકોનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને આ વિશે જાણકારી આપતા લખ્યું- મારા ઘરના છ લોકો, જેમાં હું પણ સામેલ હતો, કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મારો દીકરો ગંભીર હતો, પરંતુ અમે લાચાર હતા કેમ કે અમે બીમાર હતા. આભાર છે કે અમે મુંબઈમાં હતા, જ્યાં હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને દવાઓ ઉપલબ્ધ હતી.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन