Home /News /entertainment /વિવાદો બાદ મુશ્કેલીમાં મૂકાઇ 'તારક મહેતા..'ની બબીતા, પોલીસ ફરિયાદ દાખલ
વિવાદો બાદ મુશ્કેલીમાં મૂકાઇ 'તારક મહેતા..'ની બબીતા, પોલીસ ફરિયાદ દાખલ
મુનમુન દત્તા વિરુદ્ધ હરિયાણા પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે
સોશિયલ મીડિયા પર જાતિસૂચક ટિપ્પણી કરતાં વીડિયો સામે આવ્યાં બાદ હવે મુનમુન દત્તા વિરુદ્ધ હરિયાણામાં ફરિયાદ દાખલ થઇ છે. અને તેનાં વિરુદ્ધ જલ્દી જ FIR દાખલ કરી તેની ધરપકડ કરવાની માંગણી કરી છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ચર્ચિત ટીવી શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં બબીતાનો રોલ અદા કરનારી એક્ટ્રેસ મુનમુમ દત્તા (Munmun Dutta) જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરીને વિવાદોમાં આવી છે એ હદે કે તેનાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઇ છે. હરિયાણામાં તેનાં વિરુદ્ધ દાખલ FIRમાં તેની ધરપકડની માંગણી થઇ છે.
આ ફરિયાદ વકીલ અને દલિત અધિકાર કાર્યકર્તા રજત કલસન તરફથી હાંસી પોલીસ અધીક્ષક સમક્ષ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, મુનમુન દત્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અનુસૂચિત જાતિને અપમાનિત કરતાં ભંગી શબ્દનો ઉપયોગ કરે છે. ફરિયાદકર્તાએ SPને આપેલી ફરિયાદમાં કહ્યું કે, મુનમુન દત્તાએ અનુસૂચિત જાતીનાં લોકોનું અપમાન કરી નીયતથી ભંગી શબ્દનો ઉપયોગ કર્યો છે અને દલિત સમાજને અપમાનિત કર્ચો છે.
ફરિયાદમાં તેણે વધુમાં કહ્યું છે કે, જે ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે તેનાં લાખો લોકો સભ્યો છે આ વીડિયો જોઇ સમાજનાં લોકોની ભાવનાઓ આહત થઇ છે. અને તેઓ બેઇજતી અનુભવી રહ્યાં છે તેથી મુનમુન દ્તા વિરુદ્ધ તુરંત FIR દાખલ કરી તેની ધરપકડ કરવાની માંગ કરી છે.
ભંગી કી તરહા નહીં દીખના ચાહતી.. અચ્છી દિખના ચાહતી હું.. @moonstar4u મુનમુન દત્તા (તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની એક્ટ્રેસ બબિતા ઉર્ફે મુનમુન દત્તા) હવે આ જાતિવાદ યુવતીને કાયદાનો પાઠ પઢાવવો પડશે.
બહુજન સમાજનું અપમાનબર્દાશ્ત નહીં થાય. આખરે તેમનાં મનમાં આજે પણ જાતિવાદ કેટલો ભરેલો છે.
આપને જણાવી દઇએ કે, એક્ટ્રેસે એક વીડિયોમાં દલિત સમુદાય માટે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો છે એક્ટ્રેસે આ કમેન્ટ બાદ સોશિયલ મીડિયા પર તેને યૂઝર્સે ઘેરી લીધી છે. અને આ વીડિયો પર ઘણાં લોકો આપત્તિ જતાવી રહ્યાં ચે. જોકે તેની ભૂલનો અહેસાસ થતા જ મુનમુને આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પરથી ડિલીટ કરી દીધો છે અને સ્પષ્ટતા કરી માફી માંગી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર