મોથી પેઇન્ટ બ્રશ પકડી દિવ્યાંગ બાળકે બનાવ્યું સોનૂ સૂદનું સ્કેચ, એક્ટર બોલ્યા- 'જલ્દી મળું છું'

સોનૂ સૂદે બાળકોનો વીડિયો તેનાં ટ્વિટર પેજ પર શેર કર્યો છે

સોનૂ સૂદ (Sonu Sood)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે બાળકોની ધગશ જોયા બાદ તે તેની ભાવનાઓ જણાવી રહ્યો છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)થી આ કોરોના કાળમાં લોકો માટે ફરિશ્તા બનીને સામે આવ્યો રિયલ હીરો એક્ટર સોનૂ સૂદ (Sonu Sood) સોશિયલ મીડિયા (Social Media) પર ઘણી એક્ટિવ રહે છે. તે લોકોની મદદ માટે જેમ આગળ રહે છે તેમજ લોકો પણ તેનાં વખાણ કરતાં થાકતા નથી અને પોતાનાં અંદાજમાં ભાવનાઓ વ્યક્ત કરે છે. સોશિયલ મીડિયા પર સોનૂ સૂદે એક વીડિયો શેર કર્યો છે. જેને જોયા બાદ તે ભાવૂક થઇ ગયો ચે. વીડિયોમાં એક દિવ્યાંગ બાળક (Handicap Child) છે. જેમાં તે તેનાં મોથી પેઇન્ટ બ્રશ પપકડી સોનૂ સૂદનો સ્કેચ બનાવી રહ્યો છે.

  સોનૂ સૂદ (Sonu Sood)એ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. બાળકોની ધગશ જોયા બાદ તે તેની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યો છે. વીડિયો શેર કરતાં તેણે લખ્યું છે કે, 'હૃદય સ્પર્શી, આપની સાથે જલદી જ મુલાકાત થશે પ્રેમાળ બાળકો.'
  View this post on Instagram


  A post shared by Sonu Sood (@sonu_sood)


  સોનૂ સૂદનો આ અંદાજ તેનાં ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. સોનૂની આ પોસ્ટ ઘણી ઝડપથી વાયરલ થઇ રહી છે. કમેન્ટ બોક્સમાં ફેન્સ જ્યાં આ બાળકોનાં વખાણ કરી રહ્યાં છે તો સોનૂ સૂદનાં પણ એટલાં જ વખાણ થઇ રહ્યાં છે.

  આ પણ વાંચો- પતિ વિરાટ કોહલીની સાથે ક્લિનિક પહોંચી અનુષ્કા શર્મા, સામે આવી તસવીરો

  જેમાં આ માસૂમે એક અકસ્માતમાં તેનાં બંને હાથ અને પગ ગુમાવી દીધા હતાં. નવ વર્ષનાં નાના બાળકનું નામ મધુ કુમાર છે. મધુ તેલંગાનાનાં મેડલ જિલ્લાનો રહેવાસી છે. તેની કહાની સૌનાં હૃદયસ્પર્શી છે. હાથ અને પગ બંને ગુમાવવા છતા મધુ તેનાં મોથી પેઇન્ટ બ્રશનો ઉપયોગ કરે છે અને તેનાંથી શાનદાર ચિત્ર દોરે છે.
  Published by:Margi Pandya
  First published: