Home /News /entertainment /જ્ઞાનવાપી વિવાદ પર કંગના બોલી, 'કાશીના કણ કણમાં મહાદેવ છે, તેમને કોઈ સ્ટ્રક્ચરની જરૂર નથી'

જ્ઞાનવાપી વિવાદ પર કંગના બોલી, 'કાશીના કણ કણમાં મહાદેવ છે, તેમને કોઈ સ્ટ્રક્ચરની જરૂર નથી'

કંગના રનૌટે કર્યા કાશી વિશ્વનાથનાં દર્શન

Gyanvapi Row: કંગના રનૌટ (Kangana Ranaut) ધાકડ (Dhaakad)ની રિલીઝ પહેલા બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે ફિલ્મની ટીમ સાથે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર (Kashi Vishwanath Temple) પહોંચી હતી, જ્યાં તેણે પોતાની ટીમ સાથે બાબાની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી. તે સતત પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. ધાકડ ફિલ્મ આજે 20 મેના રોજ શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ દરમિયાન તેણે વારાણસીના જ્ઞાનવાપી મુદ્દે નિવેદન આપ્યું છે.

વધુ જુઓ ...
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ (Gyanvapi Masjid Controversy) શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. મસ્જિદની અંદર શિવલિંગના દાવા બાદ હિન્દુ પક્ષ નિયમિત પૂજાની માંગ કરી રહ્યો છે. આ વિવાદ વચ્ચે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત (Kangana Ranaut) પોતાની આગામી ફિલ્મ ધાકડ (Dhaakad)ની રિલીઝ પહેલા બાબા વિશ્વનાથના દર્શન કરવા માટે ફિલ્મની ટીમ સાથે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર (Kashi Vishwanath Temple) પહોંચી હતી, જ્યાં તેણે પોતાની ટીમ સાથે બાબાની મુલાકાત લીધી હતી અને પૂજા અર્ચના કરી હતી. તે સતત પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. ધાકડ ફિલ્મ આજે 20 મેના રોજ શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ દરમિયાન તેણે વારાણસીના જ્ઞાનવાપી મુદ્દે નિવેદન આપ્યું છે.

કંગનાએ શું કહ્યું?

જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર કંગના રનૌતે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેને મસ્જિદમાં શિવલિંગના દાવા અંગે સવાલ કરવામાં આવતા તેણે હર-હર મહાદેવના નાદ સાથે જવાબ આપ્યો કે, મહાદેવ કાશીના કણ - કણમાં છે. કંગના રનૌતે કહ્યું કે, જેમ મથુરાના કણ કણમાં ભગવાન કૃષ્ણ છે, અયોધ્યાના કણ કણમાં ભગવાન રામ છે. એ જ રીતે કાશીના કણ કણમાં મહાદેવ છે. તેમને કોઈ સ્ટ્રક્ચરની જરૂર નથી, તેઓ કણ કણમાં છે. કંગનાનો આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કંગનાને ભગવાન પર ઘણો વિશ્વાસ છે અને તેણે પોતાના ઘણા ઇન્ટરવ્યૂમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

કંગના રનૌટની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાર તસવીરો શેર કરી હતી. તેમાં તે પોતાની ફિલ્મ ધાકડની સ્ટારકાસ્ટ અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા સાથે ગંગા આરતી અને ભગવાન શંકરના દર્શન કરતી જોવા મળી રહી છે. કંગનાએ આ તસવીરો અંગે લખ્યું છે કે, હર-હર મહાદેવ... ધાકડની ટીમ સાથે કાશી વિશ્વનાથજીના દર્શન અને ગંગાજીની આરતી ... 20 મેના રોજ રિલીઝ થશે ધાકડ.



ધાકડની સ્ટોરી

રજનીશ રાઝી ઘાઈના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ધાકડમાં કંગના રનૌત એજન્ટ અગ્નિના રોલમાં માનવ તસ્કરી ગેંગ સાથે ટક્કર લેતી જોવા મળશે. આ ફિલ્મમાં અર્જુન રામપાલ વિલનની ભૂમિકામાં છે. કંગનાની ધાકડ 20 મેના રોજ બોક્સ ઓફિસ પર કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ-ભુલૈયા 2 સાથે ટકરાશે.

કંગનાના આગામી પ્રોજેક્ટ

કંગના ફિલ્મ ધાકડ ઉપરાંત ફિલ્મ તેજસ અને સીતામાં જોવા મળશે. કંગના રનૌત છેલ્લે ફિલ્મ થલાઇવીમાં જોવા મળી હતી. આ ફિલ્મ તમિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે.
First published:

Tags: Dhakkad Promotion, Entertainment, Gyanvapi Masjid Controversy, Kangana ranaut