એન્ટરટેઇનમેન્ટે ડસ્ક: બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની ડાન્સિંગ સ્કિલનાં તો સૌ કોઇ ફેન છે. ટાઇગર એક સારો એક્ટર હોવાની સાથે સાથે એક ઉત્તમ ડાન્સર પણ છે. સૌ કોઇ તેનાં ટેલેન્ટથી વાકેફ છે. ટાઇગ શ્રોફ (Tiger Shroff Dance Video)ની ફિલ્મોથી વધુ તેનાં ફેન્સ તેનાં એક્શન અને ડાન્સિંગનાં દિવાનાં છે. પણ હાલમાં ગુવાહાટીમાં એક યુવક છે જેનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. આ યુવકનો ડાન્સ જોયા બાદ માલૂમ થાય છે કે, તે ડાન્સિંગ મામલે ટાઇગર શ્રોફને ટક્કર આપવાનો સંપૂર્ણ દમ રાખે છે. આ યુવક કામે એક વેટર છે. જે ગુવાહાટી (Guwahati)ની એક રેસ્ટોરન્ટમાં કામ કરે છે.
આ વેટરનો એક ડાન્સ વીડિયો ઝડપથી ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે રેસ્ટોરન્ટમાં સૌની સામે ડાન્સ કરતો નજર આવે છે. આ વેટર ટાઇગર શ્રોફની ફિલ્મ બાગીનાં સોન્ગ પર ડાન્સ કરી રહ્યો છે. અને શાનદાર મૂવ્સ બતાવે છે. ખાસ વાત તો એ છે કે, આ વીડિયોમાં તે યુવક સ્લો મોશનથી લઇ રોબોટિક્સ સુધી ઘણાં ડાન્સ ફોર્મ કરતો નજર આવી રહ્યો છે. જે જોયા બાદ સૌ કોઇ આ વ્યક્તિનાં વખાણ કરી રહ્યું છે.
આ વેટરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયર થઇ ગયો છે. અને સૌ કોઇ તેને કામ છોડીને રિયાલિટી શોમાં ભાગ લેવાની સલાહ આપી રહ્યાં છે. તેનાં વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ગયા છે.
Published by:Margi Pandya
First published:February 12, 2021, 15:27 pm