ગુરુ રંધાવાનું નવું Song 'Nain Bengali' રિલીઝ થતાની સાથે જ Youtube પર નંબર 1 ટ્રેન્ડ થઈ રહ્યું!

પંજાબી સિંગર ગુરુ રંધાવા (Guru Randhawa)નું નવું ગીત 'Nain Bengali' રિલીઝ

પંજાબી સિંગર ગુરુ રંધાવા (Guru Randhawa)નું નવું ગીત 'Nain Bengali' રિલીઝ. આ ગીત તમામ રેકોર્ડ તોડીને, ફક્ત પાંચ કલાકમાં 20 મિલિયનથી વધુ વ્યૂ મેળવીને યુટ્યુબ પર પ્રથમ નંબરે ટ્રેન્ડ કરી રહ્યું

 • Share this:
  નવી દિલ્હી : પંજાબી સિંગર ગુરુ રંધાવા (Guru Randhawa)નું નવું ગીત 'Nain Bengali' રિલીઝ થઈ ગયું છે અને રિલીઝ થતા જ આ સોંગનો વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયો છે. ગુરુ રંધાવાના આ નવા ગીતને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેથી જ થોડા કલાક પહેલા ટી-સિરીઝ દ્વારા યુ ટ્યુબ (You tube) પર અપલોડ કરવામાં આવેલા આ ગીતનો વીડિયો અત્યાર સુધીમાં 22,894,282 વખત જોવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, આ ગીત ખુદ ગુરુ રંધાવાએ લખ્યું છે અને સંગીત પણ તેમણે જ આપ્યું છે.

  ડેવિડ જેન્ની દ્વારા નિર્દેશિત, આ ગીત તમામ રેકોર્ડ તોડીને, ફક્ત પાંચ કલાકમાં 20 મિલિયનથી વધુ વ્યૂ મેળવીને યુટ્યુબ પર પ્રથમ નંબરે ટ્રેન્ડ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, 'નૈન બંગાળી' (Nain Bengali) એક પાર્ટી ગીત છે અને તેમાં ગુરુ રંધાવાનો નવો અવતાર જોવા મળી રહ્યો છે. ત્યારે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ગીતનું શૂટિંગ દુબઇમાં કરવામાં આવ્યું છે. તો આવો, હવે તમે પણ ગુરુ રંધાવાનાં નવા ગીત 'નૈન બંગાળી' (Nain Bengali)નો વીડિયો જુઓ-  તમને જણાવી દઈએ કે, આ પહેલા ગુરુ રંધાવાનું 'ડૂબ ગયે' ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું, જેમાં તેની સાથે ઉર્વશી રૌતેલા જોવા મળી હતી. ઉર્વશી રૌતેલાના અભિનય અને ગુરુ રંધાવાના મધુર અવાજે આ ગીતને એક અલગ જ સ્તરે પહોંચાડ્યું હતું. બંનેની જોડીને પ્રેક્ષકોનો ઘણો પ્રેમ મળ્યો. ગુરુ રંધાવા અને ઉર્વશી રૌતેલાનો સાથેનો આ બીજો મ્યુઝિક વીડિયો હતો.
  Published by:kiran mehta
  First published: