ટીવીના કલાકારો સાથે થાય છે ભેદભાવ, ગુરમીત ચૌધરી કર્યો બોલિવૂડનો ભાંડાફોડ

(Instagram @GurmeetChoudhary/SushantSinghRajput)

સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતા તેઓ જણાવે છે કે, સુશાંતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા હાંસલ કરીને ટીવી કલાકારો માટે નવો રસ્તો ખોલ્યો છે

  • Share this:
મુંબઈ : બોલિવૂડ હંમેશા વિવાદોથી ઘેરાયેલુ રહે છે. જેમાં વંશવાદના આક્ષેપ થાય છે. ત્યારે બોલિવૂડ પર ફરી એક વખત ભેદભાવના આક્ષેપો લગાવાયા છે. આ મામલે એક્ટર ગુરમીત ચૌધરીના જણાવ્યા અનુસાર ટીવી કલાકારોને બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં સરળતાથી કામ મળતું નથી. ગુરમીતના જણાવ્યા પ્રમાણે ટીવીના કલાકારો કામ માંગવા જાય છે, ત્યારે એમને કોઈને કોઈ કારણ આપવા પડે છે. સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતા તેઓ જણાવે છે કે, સુશાંતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળતા હાંસલ કરીને ટીવી કલાકારો માટે નવો રસ્તો ખોલ્યો છે.

ગુરમીત ચૌધરીએ એક ઇન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું હતું કે ટીવીના કલાકારોને ટીવી ઇન્ડસ્ટ્રીમાં હંમેશા ભેદભાવ થતો રહે છે. જ્યારે અમે કામ માંગવા જઈએ ત્યારે અમને એમ કહેવામાં આવે કે તમને તો દર્શકો રોજ જુએ જ છે તો પછી તમારી પાછળ શા માટે પૈસા ખર્ચ કરવા જોઈએ?

આ પણ વાંચો - પ્રિન્સ હેરી નોકરી કરશે, ચીફ ઈમ્પેક્ટ ઓફિસરની જવાબદારી નિભાવશે!
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ટીવીના કલાકારોને ફિલ્મોમાં કામ કરવાનો અધિકાર છે, પરંતુ મોટા પડદાના કલાકારો ફિલ્મી દુનિયામાં તેમની એન્ટ્રીને પસંદ કરતાં નથી. આ સાથે ઇન્ટરવ્યૂમાં ગુરમીત ચૌધરીએ દિવંગત સુશાંત સિંહ રાજપૂતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે સુશાંતને યાદ કરતા જણાવ્યું હતું કે સુશાંતનો ટીવીથી ફિલ્મો સુધીની સફર મેં જોઇ છે અને એ જોઈને મને પણ લાગ્યું કે મારે પણ ફિલ્મોમાં કામ કરવું જોઈએ. એટલે મેં નક્કી કર્યું કે હું માત્ર ફિલ્મોમાં જ નહીં, સારી અદાકારીથી લોકોના દિલ જીતીને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ચોક્કસ સ્થાન બનાવીશ.

હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ ઝી5 પર સ્પાઈન થ્રિલર અને હોરર ફિલ્મ ' ધ વાઇફ' રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ગુરમીત ચૌધરી અને સાયના દત્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ અન્ય હોરર મુવી કરતા કંઈક અલગ જ છે. આખી ફિલ્મની સ્ટોરી મેરિડ કપલની આસપાસ જોવા મળી છે. ગુરમિતે પોતની ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું હતું કે આ ફિલ્મ બીજી ફિલ્મો કરતા હટકે છે કેમ કે અમે આ ફિલ્મની વાર્તામાં કંઈક નવું અલગ ટ્રાય કરીને ફિલ્મી સ્ટોરીને દમદાર બનાવવા ઈચ્છીએ છીએ. અમને લાગી રહ્યું છે કે અમને તેમાં જરૂર સફળતા મળશે.
First published: