Home /News /entertainment /

ચાર મહિના પહેલા દીકરીને જન્મ આપ્યો હતો, હવે ફરીથી પ્રેગ્નન્ટ થઈ ગઈ આ એક્ટ્રેસ

ચાર મહિના પહેલા દીકરીને જન્મ આપ્યો હતો, હવે ફરીથી પ્રેગ્નન્ટ થઈ ગઈ આ એક્ટ્રેસ

ચાર મહિના પછી ફરીથી પ્રેગ્નન્ટ થઈ આ એક્ટ્રેસ

ટીવીના પોપ્યુલર કપલ દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરી બીજી વખત પેરેન્ટ્સ બનવાના છે. દેબિનાએ ચાર મહિના પહેલા જ દીકરીને જન્મ આપ્યો છે અને હવે બંને પોતાના બીજા બાળકની તૈયારીમાં છે. દેબિનાએ ફેમિલી ફોટો શેર કરી પોતાની પ્રેગ્નન્સીની જાણકારી આપી છે.

વધુ જુઓ ...
    ટીવીના પોપ્યુલર કપલ દેબિના બેનર્જી અને ગુરમીત ચૌધરી બીજી વખત પેરેન્ટ્સ બનવાના છે. દેબિનાએ ચાર મહિના પહેલા જ દીકરીને જન્મ આપ્યો છે અને હવે બંને પોતાના બીજા બાળકની તૈયારીમાં છે. દેબિનાએ ફેમિલી ફોટો શેર કરી પોતાની પ્રેગ્નન્સીની જાણકારી આપી છે. તેને સોનોગ્રાફીના રિપોર્ટની સાથે આ ફોટો શેર કર્યો છે.

    દેબિનાએ પોસ્ટ શેર કરી ખુશખબરી આપી

    દેબિનાએ પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું, અમુક નિર્ણય પહેલાથી જ નક્કી હોય છે તેને કોઈ બદલી નથી શકતું. આ ખરેખર એક આશીર્વાદ છે. પરિવારને પૂરો કરવા માટે જલ્દી કોઈ આવવાનું છે. સાથે જ તેણે હેસટેગમાં બેબી નંબર 2 પણ લખ્યું છે.




    ફેન્સથી માંડી સેલેબ્સ સુધીના કપલે શુભેચ્છા પાઠવી

    દેબિનાએ શેર કરેલા ફોટોમાં ગુરમીત અને દીકરી લિયાના પણ જોવા મળી રહી છે અને દેબિના પોતાના હાથમાં સોનોગ્રાફીનો રિપોર્ટ કેમેરાની તરફ બતાવતી જોવા મળી રહી છે. ફોટોમાં ત્રણેયે વ્હાઈટ આઉટફિટ પહેર્યા છે. આ સમાચાર પછી સેલિબ્રિટીઝથી માંડી ફેન્સ કપલને શુભેચ્છા પાઠવી રહ્યા છે. રશ્મિ દેસાઈ અને યુવિકા ચૌધરીએ લખ્યું, શુભેચ્છા. તેમજ એક અન્ય ફેન્સે લખ્યું, આ ખરેખર સારા સમાચાર છે. તમને બંનેને શુભેચ્છા.

    ચાર મહિના પહેલા દીકરીને જન્મ આપ્યો હતો

    દેબિના અને ગુરમીત 3 એપ્રિલના રોજ 11 વર્ષ પછી પેરેન્ટ્સ બન્યા હતા. તેમણે વીડિયો શેર કરી બેબી ગર્લની ખુશખબરી આપી હતી. તમને જણાવી દઈએ કે ગુરમીત વર્ષ 2008માં ટીવી સિરિયલ રામાયણમાં જોવા મળ્યો હતો, જેમાં તેણે ભગવાન રામનો રોલ નિભાવ્યો હતો અને તેની સાથે સીતાના રોલમાં દેબીના બેનર્જી હતી. બંનેની જોડી દર્શકોને ઘણી પસંદ આવી હતી. સિરિયલ દરમિયાન બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને થોડા સમયમાં બંનેએ ફેબ્રુઆરી 2011માં લગ્ન કર્યા હતા.
    Published by:Priyanka Panchal
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन