Gulshan Kumar Murder Case: બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો, દોષી મર્ચન્ટની આજીવન કેદની સજા બરકરાર

ટી-સીરીઝના સંસ્થાપક ગુલશન કુમારની 12 ઓગસ્ટ 1997ના રોજ મુંબઈમાં મંદિર બહાર 16 ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

ટી-સીરીઝના સંસ્થાપક ગુલશન કુમારની 12 ઓગસ્ટ 1997ના રોજ મુંબઈમાં મંદિર બહાર 16 ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી

  • Share this:
    મુંબઈ. ટી-સીરીઝ (T-Series)ના સંસ્થાપક ગુલશન કુમારની હત્યા મામલા (Gulshan Kumar Murder Case)માં બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)એ પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટે દોષી અબ્દુલ રઉફ મર્ચન્ટ (Abdul Rauf Merchant)ની સજા બરકરાર રાખી છે. બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી રમેશ તુરાનીવાળી ચેલેન્જને કોર્ટે ફગાવી દીધી છે. રમેશ તૌરાની (Ramesh Taurani)ને હાઈકોર્ટે દોષમુક્ત કરી દીધા છે. 12 ઓગસ્ટ 1997ના રોજ મુંબઈ (Mumbai)ના જુહૂ વિસ્તારમાં ગુલશન કુમારની હત્યા કરી દેવામાં આવી હતી. લગભગ 24 વર્ષ બાદ આ મામલામાં કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે, જેની ઘણા લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી.

    જસ્ટિસ જાધવ અને બોરકરની બેન્ચે ગુલશન કુમાર હત્યા કેસનો ચુકાદો આપ્યો. હાઈકોર્ટમાં કુલ ચાર અપીલ સૂચીબદ્ધ આવી હતી, જેમાં ત્રણ અપીલ હત્યાના આરોપી રાઉફ મર્ચન્ટ, રાકેશ ખાઓકરની વિરુદ્ધ છે. અન્ય એક અપીલ મહારાષ્ટ્ર સરકારની હતી. તે બોલિવૂડ પ્રોડ્યૂસર રમેશ તૌરાનીને દોષમુક્ત કરવાની વિરુદ્ધ હતી. તેમની પર હત્યા માટે ઉશ્કેરવાનો આરોપ હતો, જેમાં તેમને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે બાકી દોષીઓની અરજીઓને આંશિષ રીતે સાંભળવાની વાત કહી છે.

    આ પણ વાંચો, પાકિસ્તાનની સિક્રેટ મિની સબમરીનની જોવા મળી પહેલી તસવીર, ભારત માટે છે મોટો ખતરો

    મામલાની સુનાવણી કરતાં બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું કે, રાઉફ મર્ચન્ટ પર કોઈ પ્રકારની ઉદારતાનો હકદાર નથી કારણ કે તે પહેલા પણ પેરોલના બહાને બાંગ્લાદેશ ભાગી ગયો હતો.

    મૂળે, મર્ચન્ટને ગુલશન કુમાર હત્યા કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. એપ્રિલ 2002માં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2009માં તેને બીમાર માતાને મળવા પેરોલ મળ્યા હતા. આ દરમિયાન તે બાંગ્લાદેશ ભાગી ગયો હતો. જોકે બાદમાં બાંગ્લાદેશ પોલીસે તેને નકલી પાસપોર્ટ મામલામાં ઝડપ્યો હતો. મર્ચન્ટને બાંગ્લાદેશમાં પકડ્યા બાદ પહેલા ગાઝીપુરની કાશિમપુર જેલમાં રાખવામાં આવ્યો હતો.

    આ પણ વાંચો, 2 મિનિટમાં કાર બની ગઈ એરક્રાફ્ટ! 8200 ફુટની ઊંચાઈ પર ભરી સફળ ઉડાન, જાણો ફ્લાઇંગ કારની ખૂબીઓ

    નોંધનીય છે કે, ટી-સીરીઝના સંસ્થાપક ગુલશન કુમારની 12 ઓગસ્ટ, 1997ના રોજ જુહૂ વિસ્તારમાં હત્યા કરી દેવામાં આવી હતી. હત્યા ત્યારે કરવામાં આવી હતી જ્યારે ગુલશન કુમાર નિત્યક્રમ મુજબ પશ્ચિમ મુંબઈના અંધેરી વિસ્તારમાં જીતનગર સ્થિત જીતેશ્વર મહાદેવ મંદિરમાં સવારે 8 વાગ્યે પૂજા કરવા પહોંચ્યા હતા. ત્યારે મંદિરની બહાર તેમના પર 16 ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાના સમાચારથી સમગ્ર બોલિવૂડમાં સનસની ફેલાઈ ગઈ હતી.
    Published by:Mrunal Bhojak
    First published: