'ગલી બોય'નું ટિઝર જોયું, બોસ ! BTW, કોણ છે આ ગલી બોય ?
ડાયરેક્ટર ઝોયા અખ્તર દ્વારા નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ગલી બોય' નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના પોસ્ટરને ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે શેર કર્યુ છે.
ડાયરેક્ટર ઝોયા અખ્તર દ્વારા નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'ગલી બોય' 14 ફેબ્રુઆરીનાં રોજ રિલીઝ થશે
ન્યૂઝ 18 ગુજરાતી: બાપુ, 'ગલી બોય' નું ટિઝર આવી ગયું. ઝટપટ જોઈ પાડો. "વેલેન્ટાઈને ડે' ના રોજ રિલીઝ થનારી આ મ્યુઝિકલ હિન્દી ફિલ્લમને ઝોયા અખ્તરે ડાયરેક્ટ કરી છે. 'સિમ્બા' ની સફળતા પછી રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને કલ્કી આ ફિલ્મમાં દેખાશે.
"અપના ટાઈમ આયેગા" ની ટેગ-લાઈન સાથે જયારે આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારથી જ લોકોની આ ફિલ્મ માટેની ઉત્સુકતા વધી ગઈ છે. 'ગલી બોય' નામ સાંભળતા જ થાય કે આ વળી નવું શું નવું આવ્યું ? છે, કોણ આ ગલી બોય ? બાઈ ધ વે, આ ગલી બોય એટલે 'સ્ટ્રીટ રેપર' વિવિયન ફર્નાન્ડિસ ઉર્ફે 'ડિવાઇન' ના જીવન આધારિત ફિલ્મ છે. 'ડિવાઇન' ની જેમ નાવેદ શેખ ઉર્ફ નેઈઝી પણ જાણીતો અને યુવા રેપર છે.
આ ફિલ્મ વિવિયન ફર્નાન્ડિઝની જિંદગી અને તેમના સંઘર્ષની આસપાસ ઘૂમે છે. ખાસ કરીને મુંબઈના સ્લમ વિસ્તાર ધારાવી અને આસપાસના શહેરોના વિસ્તારોમાં થતા જધન્ય ગુનાઓને સંગીત માં ઢાળી તેને વાચા આપવાનો પ્રયાસ આ રેપર દ્વારા કરવામાં આવ્યો.વિવિયન ખુબ લોકપ્રિય છે અને તેમના સંખ્યાબંધ ફોલોઅર્સ છે. જુઓ તમે પણ રણવીરને આ નવા અંદાજમાં :
" isDesktop="true" id="828165" >
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર