અપના ટાઇમ આયેગા: રણવીરનાં અવાજમાં સાંભળો 'ગલી બોય'નું આ બીજુ રેપ સોન્ગ

રણવીર સિંઘ, ગલી બોય

આ ફિલ્મમાં રણવીર સિંઘ ઉપરાંત આલિયા ભટ્ટ અને કલ્કિ કોચલિન પણ મહત્વનાં રોલમાં છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2019નાં રોજ રિલીઝ થશે.

 • Share this:
  મુંબઇ: રણવીર સિંહની ખુબજ ચર્ચીત ફિલ્મ 'ગલી બોય'નું બીજુ સોન્ગ રિલીઝ થઇ ગયુ છે. 'અપના ટાઇમ આયેગા' ટાઇટલ સોન્ગને રણવીર સિંઘે જ ગાયુ છે. 2 મિનિટનાં આ સોન્ગમાં રણવીર સિંહ સ્ટેજ પર રેપ પરફોર્મ કરતો નજર આે છે. રેપમાં રણવીરને સાંભવાની આપને મઝા પડી જશે. પ્રખ્યા રેપર એમિવે બનતાઇને પણ સોન્ગમાં દર્શાવવાં આવ્યો છે.

  એમિવે હાલમાં જ રેપર રફ્તારની સાથે વિવાદોને લઇને ચર્ચામાં હતો. એમિવે અને રફ્તારે એખબીજા વિરુદ્ધ રેપ કરીને પોતાની ભડાસ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. અપના ટાઇમ આયેગાંમાં સિદ્ધાર્થ ચતુર્વેદી પણ જોવા મળે છે. જે રણવીરને મોટિવેટ કરતો નજર આવે છે.

  સિદ્ધાર્થ આ પહેલાં ફરહાન અખ્તરનાં પ્રોડ્કશનમાં બનેલી વેબસીરિઝમાં પણ નજર આવ્યો હતો. 'અપના ટાઇમ આયેગા' સોન્ગની ફીલ અને લિરિક્સ બંને ખુબજ દમદાર છે. અને આ સોન્ગને ટૂંક મયમાં ચાર્ટીબટમાં ટોપની પોઝિશન મળે તેવી પુરેપુરી સંભાવના છે. આપને જણાવી દઇએ કે, ફિલ્મમાં રણવીર સિંહ એક સ્ટ્રીટ રેપરનો રોલ અદા કરી રહ્યો છે. જે તમામ મુશ્કેલીઓ સામે ઝઝુમતા 'ગલી બોય'થી સ્ટાર રેપરની સફ તય કરે છે.  આ ફિલ્મમાં રણવીર સિંઘ ઉપરાંત આલિયા ભટ્ટ અને કલ્કિ કોચલિન પણ મહત્વનાં રોલમાં છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરી 2019નાં રોજ રિલીઝ થશે.
  Published by:Margi Pandya
  First published: