Video: ગુજરાતી ગાયક ઉર્વશી રાદડિયા પર કાર્યક્રમમાં ડોલો ભરી-ભરીને રૂપિયાનો વરસાદ, સ્ટેજ પર થયા પૈસાના ઢગલા

ઉર્વશી રાદડિયા પર પૈસાનો વરસાદ

આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તે કાર્યક્રમમાં પરફોર્મ કરી રહી છે અને એક વ્યક્તિ તેના પર પૈસાથી ભરેલું એક મોટું સ્ટીલ કન્ટેઈનર ખાલી કરી રહ્યો છે. ઉર્વશી (Urvashi Radadia) પોતાની અને પોતાના હાર્મોનિયમ ઉપરથી નોટોની ઢગલી હટાવતી દેખાઈ રહી

  • Share this:
    ગુજરાતી સિંગર (Gujarati Singer) ઉર્વશી રાદડિયા (Urvashi Radadia) એ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વિડીયો શેર કર્યો હતો. આ વિડીયોમાં તેમના ઉપર ડોલથી પૈસાનો વરસાદ કરવામાં આવી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. તેમની આ ઈન્સ્ટાગ્રામ રીલ(Instagram reels) માં સ્ટેજ પર પૈસાના ઢગલા જોવા મળ્યા હતા.

    આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે તે કાર્યક્રમમાં પરફોર્મ કરી રહી છે અને એક વ્યક્તિ તેના પર પૈસાથી ભરેલું એક મોટું સ્ટીલ કન્ટેઈનર ખાલી કરી રહ્યો છે. ઉર્વશી પોતાની અને પોતાના હાર્મોનિયમ ઉપરથી નોટોની ઢગલી હટાવતી દેખાઈ રહી છે. બાદમાં આ જ વ્યક્તિ ઉર્વશી પર 500- 500ની નોટો ઉડાડતો દેખાઈ રહ્યો છે. પોસ્ટમાં ઉર્વશીએ જણાવ્યું છે કે, આ વિડીયો તુલસી વિવાહના દિવસે યોજાયેલ કાર્યક્રમનો છે. જે સમસ્ત હીરાવાડી સમાજ ગુજરાત દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.

    ઉર્વશીએ પોતાના પ્રશંકો અને ડાયરામાં હાજર રહેલા લોકોનો તેમના દર્શાવેલા પ્રેમ બદલ આભાર માન્યો હતો. આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ થયો ત્યારથી અત્યાર સુધી 2.5 લાખ વ્યૂઝ આવી ચૂક્યા છે, સાથે જ 16500 લાઈક્સ પણ આ વિડીયોને મળ્યા છે. આ ઉપરાંત વિડીયોનું કોમેન્ટ સેક્શન પણ લોકોના રિએક્શનથી ભરાયેલું છે.




    એક યૂઝરે કોમેન્ટ કરી છે કે, ઉર્વશીનો અવાજ અને તેની કિસ્મત બન્ને કામ કરી રહી છે. જ્યારે અન્ય એક યૂઝર દ્વારા કોમેન્ટ કરવામાં આવી, ગોડ બ્લેસ યુ વિથ યોર વોઈસ. અન્ય યૂઝર જે પૈસા જોઈને આશ્ચર્યમાં મુકાયો અને તેણે કોમેન્ટ કરી કે, બાપ રે.. પૈસોને વરસાદ!

    પોતાના ઈન્સ્ટાગ્રામ બાયોમાં ઉર્વશાએ પોતાનો ગુજરાતી લોકગીતની રાણી કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઉર્વશીના સોશિયલ મિડીયા પર 2 લાખથી વધુ ફોલોવર્સ છે. તાજેતરમાં જ ક ઈવેન્ટ દરમિયાન ઉર્વશી ગુજરાતના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને મળી હતી. તેની પોસ્ટ મુજબ બીજેપી તરફથી નવા વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સીએમ ભુપેન્દ્ર પટેલે પણ હાજરી આપી હતી.

    આ પણ વાંચોગુજરાતી થાળી જોઈ Madhuri Dixit ખુશીના મારે પાગલ, બેઠા-બેઠા જ કરવા લાગી ડાંસ - જુઓ Video

    ઉર્વશી દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ફોટોમાં સીએમ ભેન્દ્ર પટેલ ઉર્વશીનું સન્માન કરતા દેખાઈ રહ્યાં છે. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રની હસ્તીઓ પણ ત્યા હાજર હતી.
    Published by:kiran mehta
    First published: