ગુજરાતી ફિલ્મ 'શું થયુ ?' નું ટ્રેલર રિલીઝ, જુઓ કોણ છે સ્ટાર કાસ્ટ

News18 Gujarati
Updated: August 3, 2018, 2:18 PM IST
ગુજરાતી ફિલ્મ 'શું થયુ ?' નું ટ્રેલર રિલીઝ, જુઓ કોણ છે સ્ટાર કાસ્ટ
News18 Gujarati
Updated: August 3, 2018, 2:18 PM IST
આજકાલ ગુજરાતી ફિલ્મ યુવાવર્ગમાં ધૂમ મચાવી રહી છે. ગુજરાતી ફિલ્મ યુવા વર્ગને ઘણી જ પસંદ આવી છે. ગુજરાતી ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારો દેખાવ કર્યો છે અને કરોડની કમાણી કરી છે. તેવી જ એક ગુજરાતી ફિલ્મ 'શું થયુ' આવી રહી છે.

ગુજરાતી સુપરહિટ ફિલ્મ છેલ્લો દિવસની ધમાલ ટીમ ફરી એકવખત બોક્સ ઓફિસ પર ધૂમ મચાવવા આવી ગઇ છે. ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક ફરી પોતાની એ જ ટીમ સાથે ગુજરાતી ફિલ્મ 'શું થયું' લઇને આવ્યા છે. ફિલ્મ 'શું થયુ'નું ટ્રેલર લોન્ચ પહેલી ઓગસ્ટના રોજ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.


ફિલ્મમાં 'છેલ્લો દિવસ'ની સ્ટારકાસ્ટ મલ્હાર ઠાકર, કિંજલ રાજપરિયા, યશ સોની, આર્જવ અને મિત્ર ગઢવીને પુનઃ રિપીટ કરાયા છે. ફિલ્મના ટ્રેઇલરે ખુબ જ ધૂમ મચાવી છે અને યુ-ટ્યુબ પર એક લાખથી પણ વધારે લોકોએ તેને જોઇ લીધું છે. ફિલ્મને વૈશલ શાહે પ્રોડ્યુસ કરી છે અને 24મી ઓગષ્ટે રિલીઝ થશે.

આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ સહિત 28 લોકેશન પર કરવામાં આવ્યું હતું. આ ફિલ્મનું શૂટિંગ 32 દિવસ સુધી ચાલ્યું હતું. ફિલ્મ 'શું થયું'નું ટ્રેલર સોશિયલ મીડિયા પર લાખો લોકોએ નિહાળ્યું છે.

 
First published: August 3, 2018
વધુ વાંચો अगली ख़बर