VIDEO: જોવાનું ન ચૂકતાં સિદ્ધાર્થ રાંદેરિયા,યશ અને આરોહીની 'ચાલ જીવી લઇએ' નું ટ્રેલર

1 ફેબ્રુઆરીનાં રોજ રિલીઝ થનારી આ પહેલી ગુજરાતી રોડ ટ્રીપ મુવી છે જેમાં ઉત્તરાખંડ ઘણી જ સુદંર રીતે દર્શાવવામાં આવ્યું છે.

News18 Gujarati
Updated: January 9, 2019, 12:22 PM IST
VIDEO: જોવાનું ન ચૂકતાં સિદ્ધાર્થ રાંદેરિયા,યશ અને આરોહીની 'ચાલ જીવી લઇએ' નું ટ્રેલર
ચાલ જીવી લઇએ, પોસ્ટર
News18 Gujarati
Updated: January 9, 2019, 12:22 PM IST
અમદાવાદ: સિદ્ધાર્થ રાંદેરિયા વધુ એક કોમેડી અને ફેમિલી બોન્ડિંગથી ભરપૂર ફિલ્મ લઇને આવે છે. દીકરા અને પિતાની આ કહાની છે. ટ્રેલર પરથી કહીયે તો, એક એવો દીકરો આદિત્ય પરિખ (જય સોની) જે તેનાં કામને જ ભગવાન માને છે તેની પાસે કામ સિવાય અન્ય કશાં જ માટે સમય નથી. અને તેના પિતા બિપિન ચંદ્ર પરિખ (સિદ્ધાર્થ રાંદેરિયા) જેમનો મંત્ર છે ખાઓ પીઓ અને ઘણું જીવો. જે જીવનને જીવવામાં માંણવામાં માને છે. દીકરાને જીવનનો અસલી રસ ચખાડવા માટે પિતા તેને મુકીને ઉત્તરાખંડ ભાગી જાય છે. દીકરાને જાણ થતા જ તે તેમને શોધવા તેમની પાછળ જાય છે જ્યાં તેમની મુલાકાત કેતકી (આરોહી) સાથે થાય છે.

જ્યાં આદિત્ય અને કેતકી એક બીજાનાં પ્રેમમાં પડે છે. અને યશને જીવનનો અસલી રસ સમજાય છે. આ બધાની વચ્ચે અચાનક જ કેટલાંક લુટારુંઓ સિદ્ધાર્થ રાંદેરિયાને કિડનેપ કરી લે છે. પછી શું થાય છે તે માટે આ ફિલ્મ જોવી પડે.



ફિલ્મમાં સચિન-જીગરે મ્યૂઝિક આપ્યું છે. અને આ પહેલી ગુજરાતી રોડ ટ્રીપ મુવી છે જેમાં ઉત્તરાખંડ ઘણી જ સુદંર રીતે દર્શાવવામાં આવ્યું છે. જેને વિપૂલ મહેતાએ ડિરેક્ટ કરી છે. 1 ફેબ્રુઆરીનાં રોજ રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર જોઇ લો તમે પણ.
First published: January 9, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...