Home /News /entertainment /

Nayika devi: ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને સરકારે કરમુક્ત કરી

Nayika devi: ગુજરાતી ફિલ્મ નાયિકા દેવીને સરકારે કરમુક્ત કરી

નાયિકા દેવી

Nayika devi tax free: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ (CM bhupedra Patel) પટેલે ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી છે.

    ગાંધીનગરઃ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને (Gujarati Film Industry) પ્રોત્સાહન આપવા સરકારે પ્રયાસ કર્યો છે. ગુજરાતી મૂવી નાયિકા દેવીને (Nayika devi tax free) રાજ્યમાં કરમુક્તિનો લાભ મળવા પાત્ર થશે. સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર (state Government) દ્વારા આપવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ (CM bhupedra Patel) પટેલે ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી છે.

    આ ફિલ્મના પ્રદર્શન બદલ જે-તે સિનેમાગૃહ દ્વારા ચૂકવવામાં આવતા SGSTની પરત ચુકવણી તેમને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. આ માટે સિનેમાધારકે ‘આ ફિલ્મ કરમુક્ત છે’ તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. તેમજ ફિલ્મના પ્રદર્શન બદલ ચૂકવાયેલા SGSTના વળતર માટે ગાંધીનગર માહિતી નિયામકની કચેરી ખાતે નિયત નમૂનામાં આવશ્યક પુરાવાઓ રજૂ કરીને ક્લેઈમ કરી શકાશે.

    અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આ ચલચિત્ર પાટણના રાજમાતા નાયિકા દેવીના જીવન-કવનના સાહસ, શૌર્ય અને મોહમદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કરવાની શૂરવીરતાની ગાથાને રૂપેરી પડદે ઉજાગર કરે છે. એટલું જ નહિ, આપણા સાંસ્કૃતિક વારસાના દર્શન અને ધરોહરને જીવંત રાખતી આ ફિલ્મ છે.



    ક્યારે રિલીઝ થશે ફિલ્મ?
    નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન એક ઈતિહાસ પર આધારિત ફિલ્મ છે. આ 12મી સદીની કથા છે. આ ફિલ્મ ભારતની પ્રથમ યોદ્ધા રાણી નાયિકા દેવીનાં જીવનની ઝલક બતાવશે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યું છે. રૂંવાડા ઉભા થઇ જાય એવા ટ્રેલરને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મ 6 મે 2022નાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

    આ પણ વાંચોઃ-Movie Review: જીમિત ત્રિવેદી અને જોની લિવરની 'જયસુખ ઝડપાયો' જોવી કે નહીં ?

    ફિલ્મનાં કલાકારો
    આ ફિલ્મમાં ખુશી શાહ મુખ્ય ભૂમિકા નિભાવવા જઈ રહી છે. તેની સાથે ચંકી પાંડે, મનોજ જોશી, ચિરાગ જાની પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ચંકી પાંડે આ ફિલ્મમાં મોહમ્મદ ઘોરીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના મ્યુઝિક કમ્પોઝર છે પાર્થ ભરત ઠક્કર, જેમના એનર્જીભર્યા મ્યુઝિકને કારણે ટ્રેલરમાં અલગ જ પ્રકારનો જુસ્સો જોવા મળી રહ્યો છે.

    આ પણ વાંચોઃ-PHOTOS: બોલિવૂડના ફેમસ ફિલ્મ ફેમિલીમાંથી નવી એક્ટ્રેસની એન્ટ્રી, જાણો કોની દીકરી છે પશ્મિના રોશન?

    ફિલ્મમાં ચિરાગ જાની નાયિકા દેવીનાં પતિના રોલમાં છે. નાયિકા દેવી: ધ વોરિયર ક્વીન ગુજરાતી સિનેમાની પહેલી ઈતિહાસ પર આધારિત ફિલ્મ હશે, જેને ટ્રી એન્ટરટેઈનમેંટ પ્રોડ્યુસ કરી રહ્યું છે. ફિલ્મનું નિર્દેશન નીતિન જી. દ્વારા કરવામાં આવ્યું છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Entertainment, Gujarati movie

    આગામી સમાચાર