HBD: ગુજરાતી નાગર બ્રાહ્મણ પિતા અને મુસ્લિમ માતાની સંતાન છે મહેશ ભટ્ટ, જાણો તેમની Inside Story

આજે મહેશ ભટ્ટનો 73મો જન્મ દિવસ

તમારું નામ તો મહેશ ભટ્ટ (Happy Birthday Mahesh Bhatt) છે. શિરીન મોહમ્મદ અલીએ ચોક્કસ તમને તે નામ આપ્યું નથી? જેનાં જવાબમાં મહેશ ભટ્ટ કહે છે, ''મને યાદ છે કે મારી માતાને પૂછ્યું કે મારા નામનો અર્થ શું છે. તેણીએ મને કહ્યું, હું તારા પિતાને પૂછીશ, તેમણે જ તારું નામ રાખ્યું છે. જે બાદ મારા પિતા જ્યારે આવ્યાં તે બાદ મારી માતાએ કહ્યું કેસ મહેશનો અર્થ 'મહા-ઈશ' દેવોનાં દેવ થાય છે.

  • Share this:
    Mahesh Bhatt 73rd Birthday: પોતાની ફિલ્મો, અફેર્સ, બાળકોઅને વિવાદિત નિવેદનને કારણે હમેશાં ચર્ચામાં રહેતાં મહેશ ભટ્ટનો (Mahesh Bhatt) આજે 73મો જન્મ દિવસ છે. મુંબઇનાં માટુંગામાં તેમનો જન્મ થયો હતો. તેમનાં પરિવાર વિશે વાત કરીએ તો, ગુજરાતી નાગર બ્રાહ્મણ પિતા નાનાભાઇ ભટ્ટ (Gujarati Nagar Brahmin) અને ગુજરાતી મુસ્લિમ માતા (Muslim Mother) શિરિન મોહમ્મદ અલીની સંતાન છે મહેશ ભટ્ટ. બાળપણથી જ તેમનાં માતાએ સિંગલ મધર તરીકે તેમનો ઉછેર કર્યો હતો. તેમનાં પિતાનાં તેમની સાથે સારા સંબંધ ન હતાં. થોડા વર્ષો પહેલાં મહેશ ભટ્ટે (Happy Birthday Mahesh Bhatt) હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલાં ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, મારા પિતા સાથે મારા સંબંધો કર્યારેય સારા નહોતા રહ્યાં. મને ખબર નથી કે પિતા ખરેખર શું છે તેઓ કહે છે. “મારી પાસે ખરેખર ક્યારેય તેમનાં વિશેની ખાસ યાદો નથી, તેથી પિતાની ભૂમિકા શું હોવી જોઈએ તેનો કોઈ ખ્યાલ નથી. હું એકલ મુસ્લિમ માતા, શિરીન મોહમ્મદ અલીનો નાલાયક દીકરો છું.

    આ પણ વાંચ-Happy Birthday Mahesh Bhatt: એક સમયે વિનોદ ખન્નાના સેક્રેટરી હતા મહેશ ભટ્ટ, જાણો રસપ્રદ વાત

    જ્યારે રિપોર્ટરે તેમને પુછ્યું કે, પણ તમારું નામ તો મહેશ ભટ્ટ (Happy Birthday Mahesh Bhatt) છે. શિરીન મોહમ્મદ અલીએ ચોક્કસ તમને તે નામ આપ્યું નથી? જેનાં જવાબમાં મહેશ ભટ્ટ (Mahesh Bhatt) કહે છે, ''મને યાદ છે કે મારી માતાને પૂછ્યું કે મારા નામનો અર્થ શું છે. તેણીએ મને કહ્યું, હું તારા પિતાને પૂછીશ, તેમણે જ તારું નામ રાખ્યું છે. જે બાદ મારા પિતા જ્યારે આવ્યાં તે બાદ મારી માતાએ કહ્યું કેસ મહેશનો અર્થ 'મહા-ઈશ' દેવોનાં દેવ થાય છે. પરંતુ એક બાળક તરીકે મને આ ક્રોધિત ભગવાન નહોતા ગમતા... જેણે તેના પોતાના જ પુત્રનું શિરચ્છેદ કર્યું હતું. મને ત્યારે એમ થતું કે, ગણેશના નામ પર મારું નામ હોત તો મને વધુ પસંદ આવત. હું બાળપણમાં મારા ઓશીકા નીચે નાના ગણેશ રાખીને સાથે સૂતો હતો, તે મારા પ્રિય દેવતા હતા. ગણેશના પિતાની જેમ મારા પિતા પણ મારા માટે અજાણ્યા હતા. તેઓ પણ હમેશાં ગેરહાજર રહેતા. ''

    માતા સીરીન સાથે મહેશ ભટ્ટ


    ઇન્ટરવ્યૂંમાં મહેશ ભટ્ટે તેની સિંગલ મધર વિશે વાત કરતાં કહ્યું હતું કે, "હું તે પુત્ર ન બની શક્યો જે મારી માતાએ સપનું જોયું કે હું બનીશ," તે કહે છે. “મેં પ્રયત્ન કર્યો, પણ હું તે કરી શક્યો નહીં. હું ભણવામાં ક્યારેય સારો ન હતો, નોકરી મેળવી શકતો ન હતો, હું હમેશાં પ્રવાહથી હટીને કામ કરવાનો પ્રયાસ કરતો. એટલે હું લોકો માટે એક આપત્તિ હતો. પરંતુ જ્યારે હું મારા જ કામને કારણે ઠોકરો ખાતો પછી મારો સમય આવ્યો. હું જે કહેવાં અને કરવાં માંગતો હતો તે મે તમામ કર્યું. અને આજે હું જે છું તે બની શક્યો.'

    મહેશ ભટ્ટનાં માા પિતા નાનાભાઇ ભટ્ટ અને શિરિન મહમ્મદ અલી


    નાના ભાઇ ભટ્ટ ભલે એક ફિલ્મ પ્રોડ્યુસર હતાં. પણ આ 'ભટ્ટ'ને એક બ્રાન્ડ મહેશ ભટ્ટ અને તેનાં સંતાનો એ બનાવી છે. મહેશ ભટ્ટે તેનાં પિતાનાં નામને અટકને રોશન કરી. ભલે તે પોતાને એક નાલાયક સંતાન માનતા હોય પણ આજે પોતાનાં કામથી તેમને એવી પ્રતિષ્ઠા હાંસેલ કરી છે કે, તેમનાં માતા પિતાનું નામ તેમણે એમ જ રોશન કરી દીધું છે.

    આ પણ વાંચો-નડિયાદમાં જન્મેલો છે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ...'નો કાર્તિક, ફાંકડુ ગુજરાતી બોલી જાણે છે હિરો

    પિતાને યાદ કરતાં મહેશ ભટ્ટે એમ પણ કહ્યું હતું કે,'મારા પિતાનાં અંત સમયમાં મે તેમની સાથેનાં સંબંધો સુધારી લીધા હતાં... કારણ કે, હું જાણી ગયો હતો હું તેમનાં જેવો છું.. અપૂર્ણ છું. જેમ જેમ તમે મોટા થાવો છો તમે તેમ તમે વધુ સહનશીલ બનતા જાઓ છે. તમને તમારા માતા પિતા સાથે સહનશીલતા વધારવાની પણ ફરજ પડે છે. તમે જીવનમાં નક્મર બનો છો. તમે બાળપણમાં અને યુવાનીમાં તમારા માતા પિતાથી જેટલાં નારાજ હોવ છો તે સમય જતાં જતાં નારાજગી દૂર થઇ જાય છે. કારણ કે તમને તમારી જાતમાં તેમનું જ રિફ્લેક્શન દેખાય છે. તમે સમજતા થઇ જાઓ છો કે તમે તમારા વંશજ જેવાં જ છો.'

    આ પણ વાંચો-Kareena Kapoor: 'નો મેકઅપ લૂક'માં જોઇ છક થઇ ગયા ફેન્સ, તસવીરો જોઇ બોલ્યા- 'ઘરડી થઇ ગઇ આ તો'

    વાંચો Gujarati News ઓનલાઇન અને જુઓ Live TV News18 ગુજરાતીની વેબસાઇટ પર. જાણો, દેશ-દુનીયા અને પ્રદેશ, બોલિવૂડ, ખેલ જગત અને બિઝનેસ સાથે જોડાયેલાં News in Gujarati
    Published by:Margi Pandya
    First published: