કપિલ શર્માના ગુજરાતી ફેને પાર કરી તમાર હદો, વીડિયો થયો વાયરલ

News18 Gujarati
Updated: February 11, 2019, 4:54 PM IST
કપિલ શર્માના ગુજરાતી ફેને પાર કરી તમાર હદો, વીડિયો થયો વાયરલ

  • Share this:
કપિલ શર્માએ ધમાકેદાર કમબેક કર્યું છે કે એમાં તો કોઇ શંકા નથી, કપિલનો શો હાલ ટીવી જગતમાં ભારે ચર્ચામાં છે. આ શો દરમિયાન તેના એક ગુજરાતી ફેનનો વીડિયો વાયરલ થયો છે. આ ફેન મૂળ સુરતનો રહેવાસી છે. અને તે એક સ્ટેન્ડ અપ કોમેડિયન છે. આ ફેનને મળીને કપિલ શર્મા પણ ભાવુક થઇ ગયા અને એક કિસ આપી દીધી.

ધ કપિલ શર્મા શો દરમિયાન તેના ફેને ઉભા થઇને તુરંત જણાવ્યું કે તેનું નામ આકાશ છે, તો કપિલે હાસ્યાસ્પદ રીતે કહ્યું કે મે પુછ્યું ? બાદમાં બધા હસવા લાગે છે. કપિલ શોમાં આવતા લોકો સાથે મજાક કરવા માટે જાણીતો છે. બાદમાં આકાશે કહ્યું કે તેઓ ગુજરાતના સુરતમાંથી આવે છે. આકાશ સ્ટેન્ડ અપ કોમેડિયન છે અને તેઓ કપિલ શર્માને પોતાના ગુરુ માને છે.

 

કપિલને જોઇે કહી શાયરી

વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે કપિલને જોઇને આકાશે શાયરી પણ કહી, ત્યારબાદ આકાશે કહ્યું કે કપિલ શર્માના નામને તેઓએ આજીવન તેના જીવન સાથે જોડી લીધું છે. કપિલે પુછ્યે કેવી રીતે તો જવાબમાં આકાશે તેના હાથ પર દોરેલું પર્મનન્ટ ટેટુ દેખાડ્યું જેમાં કપિલ શર્મા લખ્યું હતું. આ જોઇને કપિલ શર્મા ભાવુક થઇ ગયો અને આકાશનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે કપિલ શર્માનો કોમેડી શો ધ કપિલ શર્મા શો ટીઆરપીની હોડમાં જગ્યા બનાવી ચૂક્યો છે. અને દિગ્ગજ સ્ટાર આ શોમાં આવવા માટે તૈયાર રહે છે. આ સપ્તાહે રણવીર સિંહ અને આલિયા ભટ્ટ આવ્યા હતા, જ્યારે ત્યારબાદ હવે ડબલ ધમાલની ટીમ અજય દેવગન, રિતેશ દેશમુખ સહિતના સ્ટારકાસ્ટ આવનાર છે.

 


First published: February 11, 2019
વધુ વાંચો
अगली ख़बर