ગુજરાતી એક્ટ્રેસ મૌલિકા પટેલનાં ઘરઘાટી નેપાળી દંપતી ઘર કરી ગયા સાફ! આશરે પાંચ લાખની થઇ ચોરી

ગુજરાતી એક્ટ્રેસ મૌલિકા પટેલનાં ઘરઘાટી નેપાળી દંપતી ઘર કરી ગયા સાફ! આશરે પાંચ લાખની થઇ ચોરી
એક્ટ્રેસ મૌલિકા પટલેનાં ઘરે ચોરી

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મૌલિકા પટેલના સેક્ટર-8માં આવેલ બંગલામાં બે દિવસ પહેલાં છ માર્ચનાં રોજ નોકરી ઉપર રાખેલા ઘરઘાટી નેપાળી દંપતી મધરાત્રે સોનાના દાગીના રોકડ રકમ, ઓસ્ટ્રેલિયા-ઈજિપ્ત અને યુએસ ડોલર સહિત રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ ચોરીને ફરાર થઈ ગયા હતા

  • Share this:
ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર-8 બી પ્લોટ નંબર 325 ખાતે રહેતા ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મૌલિકા પટેલ કામ માટે મુંબઈ ગઈ હતી, અને તેનો ભાઇ જનક સેક્ટર-3માં તેની સાસરીમાં ગયો હતો ત્યારે મૌલિકાનાં માતા પિતા વૃદ્ધ દંપતી ઘરમાં એકલાં જ હતાં જેનો લાભ ઉઠાવીને મધરાતે નેપાળનું ઘરઘાટી દંપતિ મૌલિકા અને જનકના રૂમના કબાટના તાળા તોડી ઘરફોડ ચોરી કરી ફરાર થઈ ગયું હતું.

મૌલિકાનાં જણાવ્યાં અનુસાર, હાલમાં ફોરેન્સિક ટીમ અને ગાંધીનગર પોલીસ આ મામલાની ઝીણવટ પૂર્વક તપાસ કરી રહ્યાં છે. મળતી બાતમી પ્રમાણે, પોલીસ પાસે બંને પુરષ અને મહિલા ચોરનો ફોટો છે તેથી આ મામલો ઉકેલવામાં તેમને સરળતા રહેશે. જોકે હજુ સુધી આ કેસમાં વધુ માહિતી બહાર આવી નથી. હાલ પૂરતી માહિતી પ્રમાણે, નોકરોએ જણાવ્યું હતું કે તેઓ નેપાળનાં છે અને તેમનાં આઇડી આવતા સમય લાગશે તેમ કહીને તેઓ ટ્રાયલ બેઝ પર મૌલિકાનાં ઘરે કામ પર હતાં. કામ પર રાખે તેમને માત્ર બે દિવસનો સમય થયો હતો. અને આ સમયમાં જ બંનેએ ચોરી કરી લીધી હતી. ઘરમાં સામાનની ચકાસણી કરતાં, ચાંદીની લગડી, સોનાના દાગીના, ઓસ્ટ્રેલિયા-ઈજિપ્ત અને યુએસની કરસન્સી તથા રોકડ સહિત કુલ રૂપિયા પાંચ લાખની ચોરી થઈ હોવાનું જણાયું હતું

મૌલિકાના 62 વર્ષીય માતા અલકાબેને જણાવ્યું હતું કે, છેલ્લા દસેક વર્ષથી તેઓ ના બંગલામાં ડુંગરપુરને હાલ ઇન્દ્રોડામાં રહેતું દંપતિ ઘરઘાટી તરીકે કામ કરતું હતું પરંતુ તેમણે નોકરી છોડી દેતા કામની અગવડ પડતી હતી આથી વૃદ્ધ માતા-પિતાને તકલીફ પડતી હોવાથી મૌલિકાએ અમદાવાદના તેના એક ઓળખીતાને ઘરઘાટી રાખવાની વાત કરી હતી. જેમની ભલામણથી નેપાળના એક દંપતીને કામ અર્થે રાખ્યા હતા આ ઘરઘાટી દંપતિને બંગલાની પાછળ રહેવા માટે ફાઇબર શેડ વાળી ઓરડી પણ આપી હતી. જોકે ઘરઘાટીને નાવા ધોવા માટે તકલીફ ના પડે તે માટે રસોડાનો દરવાજો ખુલ્લો રાખવામાં આવતો હતો.મૌલિકા પટેલનાં અમદાવાદના એક ઓળખીતાના રેફરન્સથી નેપાળી દંપતિ ઘરઘાટી તરીકે આવ્યું હોવાથી તેનાં પરિવારે નોકરો પર વિશ્વાસ રાખ્યો હતો. જોકે, મૌલિકા મુંબઈ ગઇ અને જનક સાસરીએ ગયો હતો ત્યારે વૃદ્ધ દંપતી બંગલામાં એકલાં જ હતાં અને વૃદ્ધ દંપતી બંગલાના મુખ્ય રૂમમાં સુઈ ગયા હતા ત્યારે ઘરઘાટી પુરુષ ઘરઘાટીએ આવીને પૂછેલું કે સવારે કેટલા વાગે ઉઠાડવા માટે આવું? બાદમાં મોડી રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં અલકાબેનની આંખ અચાનક ખુલ્લી ગઈ હતી ત્યારે કામવાળી મહિલાનો પડછાયો પણ જોયો હતો, પણ તે સમયે અલકા બેનને લાગ્યું કે, તે લઘુશંકા માટે ઉઠી હશે એમ માનીને અલકાબેન પાછા સૂઈ ગયા હતા અને રાત્રે ફરી 2:30 વાગે અલકાબેનની આંખ ખુલી ત્યારે તેમણે તેમનો રૂમ વેખવિખેર જોયો હતો. ત્યાં સુધી તેમને માલૂમ ન હતું કે ઉપર મૌલિકા અને જનકનાં રૂમનાં કબાટનાં તાળા પણ તુટ્યાં છે. સવારે સાડા સાતના અરસામાં મૌલિકા ઘરે પરત આવી ત્યારે સામાન વેરવિખેર જણાયો હતો. અને બાદમાં તેણે તેનાં અને ભાઇનાં રૂમ પણ ચોરી થઇ છે તેમ જાણ્યું હતું જે બાદ તેણે પોલીસ ફરિયાદ કરી હતી.
Published by:Margi Pandya
First published:March 08, 2021, 17:56 pm

ટૉપ ન્યૂઝ