Home /News /entertainment /

Exclusive : Cannes film festival માં ગુજરાતીઓનો ડંકો વગાડનાર અભિનેત્રી સાથે ખાસ વાતચીત

Exclusive : Cannes film festival માં ગુજરાતીઓનો ડંકો વગાડનાર અભિનેત્રી સાથે ખાસ વાતચીત

ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરને અભિનંદન.

Cannes Film Festival 2022: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022 (Cannes Film Festival 2022)માં ભારતીય સેલેબ્સનો ડંકો વગાડ્યો છે. જેમાં ગુજરાતી અભિનેત્રી (Gujarati Actress)એ પણ રેડ કાર્પેટ પર વોક કરી ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મો માટે પાયો નાખી દીધો છે.

વધુ જુઓ ...
    મુળ કચ્છની ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે (Gujarati Actress Komal Thakkar) ફ્રાન્સના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં રેડ કાર્પેટ પર વોક કરી ગુજરાતીઓનો ડંકો વગાડી દીધો હતો. આ અભિનેત્રી કેવી રીતે ફ્રાન્સમાં કાન્સ ફેસ્ટિવલમાં પહોંચી અને કેવી રીતે તેને આ સમારોહમાં ભાગ લેવાનો મોકો મળ્યો? કેમ તેણે ભારતીય સાડી સાથે રેડ કાર્પેટ પર જવાનું નક્કી કર્યું? આ તમામ અનુભવ તેણે ન્યુઝ18 ગુજરાતી સાથે શેર કર્યા.

    અભિનેત્રી કોમલ ઠક્કરે કાન્સ ફેસ્ટિવલ સુધી પહોંચવાનો અનુભવ શેર કરતા કહ્યું કે, મે પહેલાથી જ આયોજન કર્યું હતું કે, ફ્રાન્સ સહિત અન્ય વિદેશ પ્રવાસ આ ફેસ્ટિવલ હોય ત્યારે જ કરવો છે, આ રીતે કાન્સ ફેસ્ટિવલની તારીખ નક્કી થઈ અને ફ્રાન્સ જવાનું મે મન બનાવી લીધુ, અને તેમાં ભાગ લેવા માટે જે જરૂરી ફોર્મ અને પ્રોસેસ કરવાની હતીતે કરી અને મને મોકો મળી ગયો

    આ સિવાય અભિનેત્રીએ કાન્સ ફેસ્ટિવલમાં સાડી પહેરવાના અનુભવ વિશે વાત કરતા કહ્યું કે, આ ફેસ્ટિવલમાં હિન્દી સિનેમાને પ્રેઝન્ટ કરવા માટે તો બોલિવુડની અનેક અભિનેત્રીઓ આવે જ છે, પરંતુ ગુજરાતી સિનેમાને હું પ્રેઝન્ટ કરવા માંગતી હતી, જેથી મે સાડી પહેરી રેડ કાર્પેટ પર જવાનું નક્કી કર્યું, અને આયોજકોને આ વાત ખુબ પસંદ આવી.

    અભિનેત્રી કોમલ ઠક્કર સાથે ન્યુઝ18 ગુજરાતીની ખાસ વાતચીત



    તમને જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય સ્તરની આ ઇવેન્ટમાં ગુજરાતીઓ (Gujarati)નો ડંકો વગાડ્યો હતો. ફેસ્ટિવલના સમાપન સમારોહમાં કોમલ ઠક્કરને વિશેષ આમંત્રણ મળતાં જ તેમનો અભિનેત્રી તરીકેનો મુળ જલવો સામે આવ્યો હતો. ગાલા લુકને કારણે ઉપસ્થિત અનેક લોકોમાં કોમલ વિશેષ આકર્ષણ બની હતી અને અનેક લોકો તેની સાથે સેલ્ફી સહિત ફોટોગ્રાફ લેતા નજરે પડ્યા હતા.

    ફ્રાન્સ ખાતે દબદબાભેર યોજાતા અવ્વલ દરજ્જાના આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સતત ચર્ચામાં રહી કોમલ ઠક્કરે ભવિષ્યમાં ગુજરાતી ફિલ્મો માટે પાયો નાખી દીધો હતો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2022ના રેડ કાર્પેટ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, નરગીસ ફખરી, ઉર્વશી રૌતેલા અને અદિતિ રાવ હૈદરીએ ફરી એકવાર પર પોતાનો ખૂબસૂરત લુક બતાવ્યો છે.

    બોલિવૂડ એભિનેત્રીઓની સાથે-સાથે ગુજરાતી અભિનેત્રી કોમલ ઠક્કરે પણ રેડ કાર્પેટ પર વોક કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. આ સાથે જ કોમલ ઠક્કર કાન્સમાં વોક કરનારી આ પહેલી ગુજરાતી અભિનેત્રી બની ગઈ છે. ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરવાની તક લાખોમાં ભાગ્યે જ કોઈકને મળે છે. ત્યારે આ તક કોમલ ઠક્કરને મળતા ગુજરાતનું નામ ફરી એક વાર સમગ્ર વિશ્વમાં ગૂંજતું થયું છે. રેડ કાર્પેટ પર રેડ ગાલા લુકને કારણે કોમલ ખૂબસૂરત લાગી રહી હતી.

    ખરેખરમાં ગુજરાતી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ સારી રીતે ભજવીને કોમલે પોતાની અભિનય પ્રતિભા ખૂબ જ સરસ રીતે સાબિત કરી બતાવી છે. મૂળ કચ્છની અભિનેત્રી કોમલ ઠક્કરે 2004માં મીસ કચ્છનો ખિતાબ જીત્યો હતો.

    આ પણ વાંચો- તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને આ કલાકારો કહી ચુક્યાં છે ટાટા- બાય બાય, યાદ છે કે ભૂલી ગયા?

    2011માં કોમલ ઠક્કરે સપોર્ટીંગ એક્ટર તરીકે ગુજરાતી ફિલ્મ “હૈયાના હેત જન્મો જનમના” થી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. કોમલ ઠક્કરે ગુજરાતી ફિલ્મ મહીસાગરના સોગંદ, સહિયરની ચૂંદડી, ભડનો દીકરો, રજવાડી બાપુને રંગ છે, રઘુવંશી, મારા ટોડલે બેઠો મોર ક્યાં બોલે, સાવજ સહિત અન્ય ફિલ્મોમાં ખૂબ જ શાનદાર અભિનય કર્યો છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Cannes Film Festival 2022, ગુજરાતી ફિલ્મ, મનોરંજન

    આગામી સમાચાર