Home /News /entertainment /CM રૂપાણીની જાહેરાત, 'હેલારો'ને રૂ. 2 કરોડ અને 'રેવા'ને રૂ. 1 કરોડ રોકડ ઇનામ

CM રૂપાણીની જાહેરાત, 'હેલારો'ને રૂ. 2 કરોડ અને 'રેવા'ને રૂ. 1 કરોડ રોકડ ઇનામ

એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા બંને ફિલ્મો હેલારો અને રેવાને રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. ફિચર ફિલ્મ 'હેલારો'ને 2 કરોડ રૂપિયા અને 'રેવા'ને એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત
કરવામાં આવી છે. ગુજરાત સરકારની ક્વોલિટી બેઝ ફિલ્મ એન્કરેજમેન્ટ પોલિસી 2016 હેઠળ કરેલી જાહેરાત મુજબ બેસ્ટ ફિચર ફિલ્મ અને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ 'હેલારો' અને 'રેવા'ને આપવામાં આવશે.



આ ટ્વિટ CMO ગુજરાત દ્વારા કરવામાં આવી છે. તો ખુદ વિજય રૂપાણીએ તેમનાં પર્સનલ ટ્વિટર પર બંને ફિલ્મોને રાષ્ટ્રીય એવોર્ડ મળવા માટે શુભેચ્છાઓ પાઠવી છે.



મુખ્ય મંત્રી રૂપાણીએ ટ્વિટ કરતાં લખ્યુ છે કે, હું ગુજરાતી ફિલ્મોની આખી ટીમને શુભેચ્છાઓ પાઠવું છે. 'હેલારો' અને 'રેવા'એ રાષ્ટ્રીય ફિલ્મનો સન્માનિત એવોર્ડ તેમનાં નામે કર્યો છે. આપણી સરકાર ક્વોલિટી ગુજરાતી ફિલ્મોને સ્પોર્ટ કરવા અને તેને વધાવે છે. આ આપણાં માટે ગર્વની વાત છે. ગુજરાતી સિનેમાએ આવું શ્રેષ્ઠ સન્માન પ્રાપ્ત કર્યુ છે.
First published:

Tags: Announces, Gujarat govt, Hellaro, National Award