Home /News /entertainment /

બધા પપ્પૂ એક જ ટીમમાં છે, ગ્રેટા થનબર્ગનાં પ્લાન ટ્વિટની પોલ ખુલતા કંગનાએ માર્યો ટોન્ટ

બધા પપ્પૂ એક જ ટીમમાં છે, ગ્રેટા થનબર્ગનાં પ્લાન ટ્વિટની પોલ ખુલતા કંગનાએ માર્યો ટોન્ટ

કંગના રનૌટે ગ્રેટા થનબર્ગની ટ્વિટ પર માર્યો ટોન્ટ

ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) એ ટ્વિટ કરી એક ગૂગલ ડોક્યુમેન્ટ ફાઇલ શેર કરી હતી. જેમાં ખેડૂત આંદોલનનાં સમર્તનમાં સોશિયલ મીડિયા કેમ્પેઇનનું શેડ્યૂલ શેર કરવામાં આવ્યું હતું જે બાદ આ ટ્વિટ ડિલીટ કરી દેવામાં આવી હતી જેનાં પર કંગના રનૌટ (Kangana Ranaut)એ ટોન્ટ માર્યો હતો.

વધુ જુઓ ...
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ખેડૂત આંદોલન (Farmers Protest) અંગે અચાનક જ વિદેશી સેલિબ્રિટીઝનું સમર્થન મળતા ફરી એક વખત લોકો વિચારમાં પડી ગયા છે. ભારતમાં લોકો એમ વિચારીને હેરાન છે કે, જે સેલિબ્રિટીઝ ખેડૂત અને ખેતી અંગે જોડાયેલાં આ બિલ અંગે નથી જાણતા તેઓઆ આંદોલનનાં સમર્તનમાં કેમ કૂદી પડ્યાં છે. રિહાના બાદ એનવાયરમેન્ટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) અને મિયા ખલિફાએ પણ આ મામલે ટ્વિટ કરી છે. જોકે, ગ્રેટા દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટ બાદમાં ડિલિટ કરવામાં આવી જે બાદ સ્પષ્ટ થઇ ગયું કે, આખરે થયું છે શું. પણ આ ડિલિટ કરવામાં આવેલી ટ્વિટ પર 'પંગા ક્વિન' (Kangana Ranaut)એ તેનાં પર ટોન્ટ માર્યો છે.

  ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) બુધવારે (3 ફેબ્રુઆરી)નાં સોશિયલ મીડિયા (Social Media) પર ચર્ચાનો વિષય બની ગયો છે. આખો દિવસ ભારતમાં ટ્રેન્ડ બાદ હવે ટ્રોલ થઇ રહી છે. ગ્રેટા થનબર્ગે એક ગૂગલ ડોક્યૂમેન્ટ ફાઇલ શેર કરી હતી જેમાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં સોશિયલ મીડિયા કેમ્પેઇનનો શેડ્યૂલ શેર કરવામાં આવ્યો હતો.

  આ પણ વાંચો- શું સિદ્ધાર્થ શુક્લાએ શહેનાઝ ગિલની સાથે કરી લીધા લગ્ન? ફોટો જોઇ તમે પણ કરશો સવાલ

  એટલું જ નહીં આ ફાઇલ શેર કતાં ગ્રેટા થનબર્ગે ટૂલકિટ શબ્દનો ઉપયોગ કર્યો હતો જેને કારણે તે નિશાને આવી હતી. તેણે આ ડોક્યૂમેન્ટ શેર કરતાં ભારત સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવાની કાર્યયોજના શેર કરી હતી. ગ્રેટા થનબર્ગની ટ્વિટ ડિલીટ થયા બાદ કંગનાએ તેને આડે હાથે લીધી હતી.

  આ પણ વાંચો- Bigg Boss 14: રાખી પાસે નહોતા માતાનાં ઇલાજનાં પૈસા, મિત્રએ મદદનાં નામે વાપરીને...

  કંગનાએ ટ્વિટ કરી લખ્યું હતું કે, 'આ બુદ્ધિહીન બાળકીએ લેફ્ટનાં લોકોને મુશ્કેલીમાં મુકી સૌથી મોટી ભૂલ કરી દીધી.. યોજનાબદ્ધ રીતે ભારતને અસ્થિર કરવાનાં વૈશ્વિક પ્લાનનો સિક્રેટ ડોક્યૂમેન્ટ અટેચ કરી દીધો.. બધા જ પપ્પૂ એક જ ટીમમાં છે.. હા હા હા.. જોકરોનો આખો ઝૂંડ છે..'  ગ્રેટા થનબર્ગે ટ્વિટમાં ભારતની સત્તાધારી પાર્ટી ભાજપને ફાસીવાદી પાર્ટી કહી દીધી હતી. તેની ટ્વિટની આ ભાષા પર પણ સવાલ ઉઠી રહ્યાં છે. શું તે પણ પ્રોપગેન્ડાનો હિસ્સો છે.

  ગ્રેટા થનબર્ગે તેની ટ્વિટમાં જે ફાઇલ શેર કરી હતી તેમાં 5 મુખ્યવાતો હતો. ઓન ગ્રાઉન્ડ પ્રોટેસ્ટમાં ભાગ લેવાં પહોચો. ખેડૂત આંદોલનની સાથે એખજૂટતા પ્રદર્શન કરનારી તસવીરો મેલ કરો.. આ તસીર 25 જાન્યુઆી સુધી મોકલો.. આ ઉપરાંત ડિજિટલ સ્ટ્રાઇક #AskIndiaWhyની સાથે ફોટો વીડિયો મેસેજ 26 જાન્યુઆરી પહેલાં કે 26 જાન્યુઆરીનાં ટ્વિટર પર પોસ્ટ શેર કરો.  આ સાથે જ 4-5 ફેબ્રુઆરીનાં ટ્વિટર પર તોફાન લાવવાનું પ્લાનિંગ, એટલે કે ખેડૂત આંદોલન સાથે જોડાયેલી વસ્તુઓ, હેશટેગ અને તસવીરોને ટ્રેન્ડ કરવાની યોજના આ માટે તસવીરો, વીડિયો મેસેજ 5 ફેબ્રુઆરી સુધી મોકલવા.. આખરે 6 ફેબ્રુઆરી સુધીનું પ્લાનિંગ. એક અન્ય રીત જણાવતા લખ્યું હતું કે, સ્થાનિક પ્રતિનિધિનો સંપર્ક કરો. જેથી ભારતીય સરકાર પર આંતરરાષ્ટ્રીય દબાણ બને. આ મામલો સામે આવ્યા બાદ વિદેશ મંત્રાલય તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વિદેશી હસ્તીઓ હેશટેગ કેમ્પેઇનમાં ન ફસાય
  Published by:Margi Pandya
  First published:

  Tags: Indian Government, Kangana ranaut

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन