Home /News /entertainment /રાજુ શ્રીવાસ્ત પછી ગુજરાતના લોકપ્રિય કોમેડિયનનું નિધન, સુનીલ પાલે વીડિયો શેર કરી દુ:ખ વ્યક્ત કર્યું

રાજુ શ્રીવાસ્ત પછી ગુજરાતના લોકપ્રિય કોમેડિયનનું નિધન, સુનીલ પાલે વીડિયો શેર કરી દુ:ખ વ્યક્ત કર્યું

વધુ એક હાસ્ય કલાકારે દુનિયાને કહ્યું અલવિદા

ટીવી ઈન્ડસ્ટ્રી માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પછી એક અન્ય હાસ્ય કલાકારે દુનિયાને અલવિદા કહી દીધું છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનના કન્ટેસ્ટન્ટ પરાગ કનસારા (Parag Kansara)નું નિધન થઈ ગયું છે.

વધુ જુઓ ...
ટીવી ઈન્ડસ્ટ્રી માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બોલિવૂડના દિગ્ગજ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પછી એક અન્ય હાસ્ય કલાકારે દુનિયાને અલવિદા કહી દીધું છે. ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ની પહેલી સિઝનના કન્ટેસ્ટન્ટ પરાગ કનસારા (Parag Kansara)નું નિધન થઈ ગયું છે. તેમના મિત્ર અને ફેમસ કોમેડિયન સુનીલ પાલ (Sunil Pal)એ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરી આ જાણકારી આપી છે.

પરાગને યાદ કરીને ભાવુક થયો સુનીલ પાલ


કોમેડિયનના નિધન પર હાસ્ય કલાકાર સુનીલ પાલે દુઃખ વ્યક્ત કર્યું છે. સુનીલ પાલે એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તે ભાવુક જોવા મળી રહ્યા છે. તેમને જણાવ્યું કે, મિત્રો, નમસ્કાર, એક અન્ય દુઃખદ ઘટનાનાં સમાચાર તમારી સામે લઈને આવ્યો છું. કોમેડી ઈન્ડસ્ટ્રીમાંથી અમારા લાફટ ચેલેન્જના સાથી પરાગ કનસારાજી હવે આ દુનિયામાં નથી રહ્યા. તેઓ દરેક વાતને ઊંધું વિચારો કહીને આપણને હસાવતા હતા. પરાગ ભૈયા હવે આ દુનિયામાં નથી રહ્યા. ખબર નહીં કોમડીની દુનિયાને કોની નજર લાગી ગઈ છે. થોડા દિવસ પહેલા જ રાજુ શ્રીવાસ્તવે આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. એક પછી એક કોમેડી લોકો દુનિયાને અલવિદા કહી રહ્યા છે. સુનીલ પાલે દીપેશ ભાનને પણ આ વીડિયોમાં યાદ કર્યો.






આ પણ વાંચોઃ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન, 40થી વધુ દિવસથી વેલન્ટિલેટર પર હતા

ગુજરાતના રહેવાસી હતા પરાગ કનસારા


પરાગ ગુજરાતના વડોદરાના રહેવાસી હતા. તેઓ લાંબા સમયથી ટીવી અને કોમેડી શોથી દૂર હતા. પરાગ ટીવીનો સુપરહિટ કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ (Great Indian Laughter Challenge)માં કન્ટેસ્ટન્ટ તરીકે જોવા મળ્યા હતા. આ શો ભારતીય ટેલિવિઝનનો પહેલો એવો શો હતો જેને સ્ટેન્ડઅપ કોમેડિયન્સને એક મોટું મંચ પ્રદાન કર્યું હતું. આ શોએ નવા નવા કોમેડિયન્સને પોતાની ઓળખ બનાવવાની તક પણ આપી હતી. પરાગને આ શોથી ઘેર ઘેર ઓળખ મળી હતી.


લાફ્ટ ચેલેન્જની પહેલી સિઝનમાં કન્ટેસ્ટન્ટ હતા


પરાગ કંસારા ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટ ચેલેન્જ’ની પહેલી સિઝનના કન્ટેસ્ટન્ટ હતા. જો કે, તેઓ વિજેતા નહોતા બની શક્યા પરંતુ તેમની કોમેડી દર્શકોને ઘણી પસંદ આવી હતી. આ શો સિવાય કોમેડીના અન્ય શો (Comedy Ka King Kaun)માં પણ જોવા મળ્યા છે. જો કે, છેલ્લા ઘણા વર્ષોથી પરાગ કોઈ કોમેડી શોમાં જોવા મળ્યો નહોતો. વર્ષ 2011માં પરાગને ટ્રાફિક નિયમ તોડવા માટે એક વર્ષની જેલ પણ થઈ હતી.
First published:

Tags: Comedian Sunil Pal