રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણીએ પુત્ર આકાશ અંબાણી અને તેમની થનારી પુત્રવધૂ શ્લોકા મહેતા માટે એક ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ભવ્ય પાર્ટીમાં બોલિવૂડના અનેક જાણીતા સ્ટાર્સ સાથે અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પાર્ટીમાં શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન, કેટરિના કૈફ, ફિલ્મ નિર્માતા તેમજ દિગ્દર્શક કરણ જોહર હાજર રહ્યાં હતા. પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચન તેની પુત્રી આરાધ્યા સાથે આવી પહોંચી હતી.
આકાશ અંબાણી અને શ્લોકા મહેતા આ વર્ષે જૂનમાં સગાઈ કરશે. જે બાદમાં આ વર્ષે ડિસેમ્બરમાં જ બંને લગ્નગ્રંથિથી જોડાશે. નોંધનીય છે કે મુકેશ અંબાણીએ બે દિવસ પહેલા જ ગોવા ખાતે આકાશ અને શ્લોકાની એક પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટીનું આયોજન કર્યું હતું તો ગત રવિવારે અંબાણી પરિવાર મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં પણ સાથે જોવા મળ્યો હતો.
શાહરુણ અને કરણ સાથે શ્લોકા અને આકાશ અંબાણી
કિરણ રાવ તેમજ કરણ જોહર
ઐશ્વર્યા રાય પુત્રી આરાધ્યા સાથે આવી હતી
ક્રિકેટર હરભજન સિંઘ
ક્રિકેટર ઝાહિર ખાન તેની પત્ની સાગરિકા સાથે
આ પૂર્વે આકાશ અને શ્લોકાએ એકબીજાનો હાથ પકડ્યો હોય તેવી તસવીરો પણ વાયરલ થઈ હતી. જેમાં શ્લોકાએ પહેરેલી વિંટી પણ દેખાતી હતી. નોંધનીય છે કે આકાશ અને શ્લોકા ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. બંનેએ ધીરૂભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે જ અભ્યાસ કર્યો હતો. શ્લોકા મહેતાના પિતા રસેલ મહેતા હીરાના વેપારી છે.