ન્યૂઝ18 ગુજરાતી: ગોવિંદાની વર્ષ 1994માં આવેલી સુપરહિટ ફિલ્મ 'રાજા બાબૂ' તો સૌને યાદ હશે. આ ફિલ્મનાં સુપરહિટ સોન્ગ અને તેમાં ગોવિંદાનો ડાન્સ પણ કેવી રીતે ભુલાય.. એમાં પણ ફિલ્મનાં સુપરહિટ સોન્ગ 'અ.. આ.. ઇ.. ઉ.. ઊ..ઊ...' કેવી રીતે ભૂલી શકાય. આ સોન્ગ પર 25 વર્ષ બાદ હાલમાં જ ગોવિંદાએ ડાન્સ કર્યો હતો. જોકે આ વખતે તેણે કરિશ્મા કપૂર સાથે નહીં પણ માધુરી દિક્ષી સાથે ઓન સ્ટેજ ડાન્સ કર્યો હતો. આ બંનેની જુગલબંદી જામતી હતી.
આમ તો ગોવિંદા અને માધુરીની જોડી આપણે ઘણી ફિલ્મોમાં જોઇ છે. તેમાં પણ બડે મિયાં છોટે મિયામાં ખાસ.. પણ વર્ષો બાદ આ બંનેને આ રીતે ડાન્સ કરતાં જોઇને જુની યાદો તાજા થઇ ગઇ. બંનેનો આ ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
આ વીડિયો ગોવિંદા-માધુરીનાં ફેન પેજ પર સૌથી પહેલાં શેર કરવામાં આવ્યો હતો. જોત જોતામાં આ વીડિયો વાયરરલ થઇ ગયો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર