મુંબઈ: બોલિવૂડના લિજેન્ડ અને ફેમસ એક્ટર ગોવિંદા (Bollywood actor Govinda)ની જેમ તેની પત્ની સુનિતા આહુજા (Sunita Ahuja) પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. ગોવિંદા અને સુનિતા ઘણીવાર ઘણા રિયાલિટી શોમાં મહેમાન તરીકે સાથે જોવા મળ્યા છે. તેઓ તાજેતરમાં કપિલ શર્માના શો (The Kapil Sharma Show)માં પહોંચ્યા હતા. જ્યાં ગોવિંદા અને સુનીતાએ ખૂબ મજા કરી હતી. તેમણે કપિલના ઘણા રમૂજી પ્રશ્નોના રમુજી જવાબ આપ્યા હતા.
આ દરમિયાન હોસ્ટ કપિલ શર્મા (Comedian Kapil Sharma)એ સુનિતાના લુક વિશે ગોવિંદાને કેટલી જાણકારી છે તે ચકાસવાનું નક્કી કર્યું હતું. જેમાં કપિલે ગોવિંદાને સુનિતાની બુટ્ટીના રંગ વિશે પૂછ્યું હતું. પરંતુ ગોવિંદાએ તેરે ચેહરે સે નજર નહીં હટતી, નઝારે હમ ક્યા દેખે.. પંક્તિ ગાઈને સવાલ ટાળી દીધો હતો.
ત્યારબાદ કપિલ શર્માએ ગોવિંદાને સુનિતાની નેઇલ પોલિશનો રંગ પૂછ્યો હતો. જેનો જવાબ પણ ગોવિંદા આપી શક્યો ન હતો. આ બાબતે સુનિતાએ કપિલને કહ્યું હતું કે, ગોવિંદા બિલકુલ રોમેન્ટિક નથી. ત્યારબાદ કપિલ શર્માએ ગોવિંદાને પૂછ્યું કે, સુનિતાની લિપસ્ટિકનો રંગ કયો છે? ગોવિંદા તેના પર તરત હસવા લાગ્યો અને તેની પત્નીની લિપસ્ટિકનો રંગ લાલ હોવાનું અનુમાન લગાવ્યું હતું.
ગોવિંદાનો જવાબ સાંભળીને સુનીતા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી અને કહ્યું કે, 'શું તે લાલ છે? અહીં આવી કિસ કરીને જાણી લે! ત્યારબાદ સુનિતાએ તે ન્યૂડ કલર લિપસ્ટિક હોવાનું કહ્યું હતું. આ બાબતે અર્ચના પુરણ સિંહે (Archna Puran Singh) ટિપ્પણી કરી હતી કે, ગોવિંદા લિપસ્ટિકના વિવિધ શેડ્સને સમજી શકે નહીં. ત્યારે ગોવિંદાએ રમૂજ કરી કે, હું તેમાં ક્યારેય પડ્યો જ નહીં. મને તો તેના હોઠ સાથે મતલબ છે.
અહીં ઉલ્લેખનીય છે કે, ધ કપિલ શર્મા શોમાં ફરી એકવાર કૃષ્ણા અભિષેકે (Krishna Abhishek) ગોવિંદા અને સુનિતા સાથે સ્ટેજ શેર કર્યું નહોતું. કૃષ્ણા અભિષેક ગોવિંદા અને સુનીતાનો ભાણો છે. આ બંને અને કૃષ્ણા અભિષેક વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો છે. જેના કારણે તે તેમની સાથે સ્ટેજ શેર કરતો નથી. આ વખતે પણ જ્યારે ગોવિંદા અને સુનિતા ધ કપિલ શર્મા શોમાં હોવાનું જાણવા મળ્યું ત્યારે ભત્રીજા કૃષ્ણા અભિષેકે આ એક્ટનું શૂટિંગ કરવાની ના પાડી દીધી હતી. કૃષ્ણા અભિષેક અગાઉ પણ આવું કરી ચૂક્યો છે.
બોલિવૂડના વધુ સમાચાર વાંચવા માટેઅહીં ક્લિક કરો. ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવીજોવા માટે અહીં ક્લિક કરો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર