Home /News /entertainment /

'ગોપી વહુ' દેવોલીનાની બિલ્ડિંગમાં થઇ હત્યાની ઘટનાથી ડરી ગઈ, કહ્યું- 'એકલું રહેવું ઘણું ડરામણું'

'ગોપી વહુ' દેવોલીનાની બિલ્ડિંગમાં થઇ હત્યાની ઘટનાથી ડરી ગઈ, કહ્યું- 'એકલું રહેવું ઘણું ડરામણું'

બિલ્ડિંગમાં હત્યાની ઘટનાથી ડરી ગઇ ગોપી વહુ

Bigg Boss Fame Devoleena Bhattacharjee : દેવોલીનાએ 'ઈ-ટાઈમ્સ'ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, તેના માટે ઘરમાં પાળેલા કૂતરા સાથે એકલું રહેવું ખૂબ જ ડરામણું છે અને તે ઈચ્છે છે કે તેની માતા તેની સાથે રહે. દેવોલીનાએ કહ્યું, પાડોશની આ ઘટના પછી હું ડરી ગઈ છું. તમારા પાલતુ કૂતરા સાથે ઘરે એકલા જ રહેવું થોડું ડરામણું છે.

વધુ જુઓ ...
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી ઈન્ડસ્ટ્રીની પાવરફુલ એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્જી (devoleena bhattacharjee)એ બિગ બોસ 14 અને બિગ બોસ 15 (Bigg Boss 15)માં પોતાની જબરદસ્ત સ્ટાઇલથી લોકોને દિવાના કર્યા હતા. બિગ બોસમાં તેની નીડિરતા સૌની સામે આવી હતી. જોકે આજકાલ તે ખૂબ જ ડરી ગઈ છે અને તેના પાલતુ કૂતરા સાથે ઘરમાં જ એકલા રહેવાથી નર્વસ થઈ ગઈ છે. તેને એકાંતનો ખૂબ ડર પણ લાગી રહ્યો છે.

    કેમ ડરી ગઈ દેવોલીના ?

    તાજેતરમાં મુંબઈમાં ગોરેગાંવમાં ક્રાઈમની ઘટના પ્રકાશમાં આવી હતી. જ્યાં હાઉસકિપિંગની ટીમે ઘરના જ એક હેલ્પરની હત્યા કરી હતી અને લાશને રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી. ગોરેગાંવમાં જ્યાં આ ઘાતક ઘટના બની ત્યાં જ દેવોલીના હાલમાં તેના પાલતુ કૂતરા સાથે રહે છે.

    અભિનેત્રીએ હવે આ અંગે ખુલીને વાત કરી છે. દેવોલીનાએ 'ઈ-ટાઈમ્સ'ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે, તેના માટે ઘરમાં પાળેલા કૂતરા સાથે એકલું રહેવું ખૂબ જ ડરામણું છે અને તે ઈચ્છે છે કે તેની માતા તેની સાથે રહે. દેવોલીનાએ કહ્યું, પાડોશની આ ઘટના પછી હું ડરી ગઈ છું. તમારા પાલતુ કૂતરા સાથે ઘરે એકલા જ રહેવું થોડું ડરામણું છે.




    દેવોલીનાએ વધુમાં કહ્યું કે, મુંબઈ સુરક્ષિત શહેર છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હું કેટલાય સમયથી અહીં એકલી રહું છું. અસલામતી અનુભવવાનું કોઈ કારણ નથી પરંતુ કેટલીકવાર અમુક ઘટનાઓ તમારા માનસપટ પર અસર કરી જાય છે. હવે બિલ્ડિંગની આસપાસ ફરવા જઉ ત્યારે થોડી અસુરક્ષિત અનુભવું છું. ખાસ કરીને તમે જ્યારે અભિનેત્રી હોવ અને લોકો તમારી તરફ જુએ તો વધુ ડર લાગવો સ્વાભાવિક પણ છે. પાડોશની આ મર્ડર મિસ્ટ્રી પછી હું મારા ઘરમાં કોઈ અજાણ્યા વ્યક્તિને આવવા જ નથી દેતી.આ સ્થિતિ અને સમય થોડો ડરામણો છે. જોકે દિવસના અંતે હું કહેવા માંગુ છું કે, મુંબઈ મહિલાઓ માટે અતિ સુરક્ષિત શહેર છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે દેવોલીના ભટ્ટાચાર્જી મૂળ આસામની વતની છે અને તેનો પરિવાર ત્યાં જ રહે છે. દેવોલીનાના ભાઈના ટૂંક સમયમાં લગ્ન થવાના છે, તેથી માતા તૈયારીમાં વ્યસ્ત છે અને તેને કારણે જ માતા હાલ દેવોલીના સાથે મુંબઈમાં નથી રહેતી. જોકે અભિનેત્રીએ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તે ઈચ્છે છે કે તેની માતા તેની સાથે મુંબઈમાં જ રહે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Big Boss, Devoleena bhattacharjee, Goregaon Murder Case

    આગામી સમાચાર