નવી દિલ્હી. ગૂગલ (Google)એ અમેરિકન એક્ટર, સિંગર, ડાન્સર અને ડિપ્લોમેટ શિર્લે લિટલ મિસ મિરેકલ ટેમ્પલ (Miss Little Miracle Shirley Temple)ને એનિમેટેડ ડૂડલી સાથે સન્માનિત કર્યાં. આજના જ દિવસે વર્ષ 2015માં સાંતા મોનિકા હિસ્ટ્રી મ્યૂઝિયમે લવ શિર્લે ટેમ્પલ (Love Shirley Temple) નામથી એક્સિબિશનની શરૂઆત કરી હતી, જેમાં તેમની સાથે સંકળાયેલી યાદોને સંગ્રહ કરીને રાખવામાં આવી છે. લોકો આ ગૂગલ ડૂડલન ખૂબ વખાણ કરી રહ્યા છે.
ગૂગલના આ એનિમેટેડ ડૂડલ (Animated Google Doodle)માં શિર્લે ટેમ્પલને એક ડિપ્લોમેટ, એવોર્ડ વિનિંગ એક્ટર અને યંગ ગર્લ ડાન્સરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે. ડૂડલની નીચે ત્રણ મૂવી સસ્ટબ્સ પર સર્ચ એન્જિનના નામ પણ જોવા મળે છે. આ ગૂગલ ડૂડલ વિશે વાત કરતાં શિર્લેની પૌત્રી ટેરેસા કેલ્ટાબિયોનાએ જણાવ્યું કે, તેઓ દરેક ચીજ સાથે જોડાયેલાં હતા. આ ગૂગલ ડૂડલથી તેમના પ્રેમ અને તેમની તાકાત વિશે જાણી શકાય છે. અમને એ જાણીને ખુશ થયા છીએ કે તેમને આજે પણ એટલો જ પ્રેમ અને સન્માન મળી રહ્યા છે. અમે તેમની યાદોને સાચવીને રાખવા માંગીએ છીએ.
23 એપ્રિલ, 1928ના રોજ કેલિફોર્નિયાના સાંતા મોનિકામાં શિર્લે ટેમ્પલનો જન્મ થયો હતો. તેઓ માત્ર ત્રણ વર્ષનાં હતાં જ્યારે તેઓએ ડાન્સની પ્રેક્ટિસ શરૂ કરી હતી. હોલિવૂડના ટોપ બોક્સ ઓફિસ ડ્રોના રૂપમાં તેઓએ ગ્રેટ ડિપ્રેશનની તકલીફોના માધ્યમથી લાખો અમેરિકોની મદદ કરી.
બાદમાં તેઓએ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પોતાના કામના માધ્યમથી લોકોના દિલોમાં પોતાનું અલગ સ્થાન ઊભું કર્યું. ટેમ્પલે વર્ષ 1934માં એક ડઝન ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં બ્રાઇડ આઇઝ પણ સામેલ છે. તેઓ એકેડમી એવોર્ડ મેળવનારી પહેલી બાળ કલાકાર હતી. તે સમયે તેમની ઉંમર માત્ર 6 વર્ષની હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર