બોલીવૂડ સ્ટાર શાહિદ કપૂરે એકવાર ફરીથી પિતા બની ગયો છે. તેમની પત્ની મીરા રાજપૂતે 5 સપ્ટેમ્બરે બુધવારે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો. શાહિદ પહેલાથી એક પુત્રીના પિતા છે, જેનું નામ મીશા છે.
મીરાને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મીરાએ આનાથી પહેલા 26 ઓગસ્ટ 2016માં પુત્રીને જન્મ આપ્યો હતો. શાહિદે 7 જુલાઈ 2015ના દિવસે દિલ્હીની રહેવાસી મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા હતા.
Congratulations @shahidkapoor & Mira on the new addition to the family So Happy for both of you . Loads of love, happiness and diapers always... Ting ! #babyboy#Happiness#Love
જાણકારી અનુસાર, માં અને પુત્ર બંને સ્વાસ્થ્ય છે. મીરા અને શાહિદ પોતાના બીજા બાળકને લઈને ખુબ જ ઉત્સાહિત છે. મીરાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેમના ઘરે પુત્ર આવે કે પુત્રી તેનાથી કોઈ જ ફરક પડતો નથી. મીરાએ પોતાની પુત્રીનું નામ પોતાનું અને શાહિદના પ્રથમ અક્ષળને મેળવીને બનાવ્યું છે. શાહિદ અને મીરાને બોલિવૂડથી શુભેચ્છાઓ મળવાનું શરૂ થઈ ગયું છે.
Published by:Mujahid Tunvar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર