સંજય દત્તનાં સ્વાસ્થ્ય અંગે સામે આવ્યાં મોટા સમાચાર, પરિવારે કર્યો ખુલાસો

સંજય દત્તનાં સ્વાસ્થ્ય અંગે સામે આવ્યાં મોટા સમાચાર, પરિવારે કર્યો ખુલાસો
ફેફસાનાં કેન્સરથી પીડાય છે સંજય દત્ત

સંજય દત્તને (Sanjay Dutt) 8 ઓગસ્ટનાં શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનાં કેટલાંક ટેસ્ટ થયા હતાં જેનાં 3 ત્રણ દિવસ બાદ 11 ઓગસ્ટનાં જ આ વાત સામે આવી કે તેને ફેફસાનું કેન્સર છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જો આપ બોલિવૂડનાં 'મુન્નાભાઇ' એટલે કે સંજય દત્ત (Sanjay Dutt)નાં મોટા ફેન છો તો તેની કેન્સરની બીમારી અંગે ચિંતામાં રહો છો તો આપનાં માટે આ ખબર છે કે તે તેનો ઇલાજ સારી રીતે થઇ રહ્યો છે. અને જો આમ જ રહ્યું તો સંજય દત્ત જલદી જ બીમારીને માત આપી દેશે. તેમનાં પરિવારનાં એક નજીકનાં એ હાલમાં જ ખુલાસો કર્યો છે. તેનાં પર ઇલાજનો સારો એવો અસર થઇ રહ્યો છે. અને તે જલદી જ રિકવર કરી શકે છે. સંજય દત્ત 8 ઓગસ્ટનાં શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સંજય દત્તને 8 ઓગસ્ટનાં શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનાં કેટલાંક ટેસ્ટ થયા હતાં જેનાં 3 ત્રણ દિવસ બાદ 11 ઓગસ્ટનાં જ આ વાત સામે આવી કે તેને ફેફસાનું કેન્સર છે.

  સંજય દત્ત (Sanjay Dutt)નાં પરિવારનાં એક નીકટનાએ હાલમાં જ આ કહ્યું કે, પહેલાં એવી ખબરો હતી કે સંજય દત્તનાં જીવનનાં છ મહિના જ બચ્યા છે. પણ આ વાતો તદ્દન ખોટી છે. તેમણે PTIનાં હવાલાથી જણાવ્યું કે, હાલમાં જે ટ્રિટમેન્ટ ચાલી રહી છે તેની સંજય દત્ત પર સારી અસર થઇ રહી છે. તેની રિકવરી ઝડપથી થશે.

  તેણે કહ્યું કે, તે તેમની તપાસ માટે ગયા હતાં સંજય દત્તની રિપોર્ટ્સ સારી આવી છે. તેનો ઇલાજનો ઝડપી અસર થઇ રહ્યો છે. ભગવાનની કૃપા અને આપ સૌની દુઆઓથી ઇલાજની સારી એવી અસર થઇ રહી છે.

  સંજય દત્તનો ઇલાજ મુંબઇની કોકિલા બેન હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. હાલમાં જ તે તેનાં પરિવાર અને બાળકોને મળવા દુબઇ ગયો હતો. જ્યાં તેણે 10 દિવસનો સમય વિતાવ્યો હતો જે બાદ ગત મહિને જ સંજૂ મુંબઇ પરત આવી ગયો છે.
  View this post on Instagram

  My day just got better with @duttsanjay entering our Salon HA... It’s always such a delight to see him but today was something else.... A whole lot of emotions caught up as we go a long way and share such beautiful memories together.❤️ Sanjay Dutt at Salon Hakim’s Aalim after getting a haircut done with all the necessary precautions Instructed by the government and the experts. #SanjayDutt #AalimHakim #Rockstar #SalonHakimsAalim #TeamHA #SafetyFirst #Precautions #Hygiene #SocialDistancing #NewNorms #TeamHakimsAalim #SalonLife #Viral #Trending #MovieLife #razorcuts #ActorsLife #fighter #warrior #babarocks #friends #menshair #mensfunkyhairstyle #funkyhaircolouring #legacy #habarberingcompany💈 @duttsanjay @aalimhakim


  A post shared by Aalim Hakim (@aalimhakim) on


  આપને જણાવી દઇએ કે, ગત દિવસોમાં સંજય દત્તનો એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તે તેની બીમારી અંગે વાત કરતો નજર આવે છે. આ વીડિયો સેલિબ્રિટી હેર સ્ટાઇલિસ્ટ અલીમ હાકિમે તેનાં સોશિયલ મીડિયા પેચ પર શેર કર્યો હતો. આ વીડિયોમાં સંજય દત્ત તેમનાં માથે આવેલું નિશાન દર્શાવતા કહે છે કે, જો આપ મારા માથે આવેલું આ મારા જીવનનું હાલમાં જ થયેલું નિશાન છે, પણ હું તેને હરાવી દઇશ. હું કેન્સરથી જલ્દી જ મુક્ત થઇ જઇશ.
  Published by:Margi Pandya
  First published:October 20, 2020, 10:04 am

  ટૉપ ન્યૂઝ