Home /News /entertainment /

'તારક મહેતા'ના ચાહકો માટે ખુશખબર, 'દયાબેન' ફેમ દિશા વાકાણી બીજી વખત માતા બન્યા

'તારક મહેતા'ના ચાહકો માટે ખુશખબર, 'દયાબેન' ફેમ દિશા વાકાણી બીજી વખત માતા બન્યા

દિશા વાકાણી બીજી વખત માતા બન્યા છે. (ફાઇલ ફોટો)

ડિસેમ્બર 2021માં દિશા વાકાણીના પતિ મયુર સાથેના ફેમિલી ફંક્શનનો ફોટો વાયરલ થયો હતો. આ તસવીરમાં દિશા વાકાણી બેબી બમ્પ સાથે જોવા મળી હતી. ત્યારે દિશા વાકાણીનો આ ફોટો ઘણો વાયરલ થયો હતો. બેબી બમ્પ જોયા બાદ દિશા ફરી પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા.

વધુ જુઓ ...
    તારક મહેતા ઉલ્ટા ચશ્મા શો (Taarak Mehta Ka Ooltah Chashmah)ના ફેન્સ માટે મોટા સમાચાર છે. તમારા મનપસંદ દયાબેન એટલે કે દિશા વાકાણી (Disha Vakani) બીજી વખત માતા બન્યા છે. દિશા વાકાણીનું ઘર ફરીથી બાળકની કિલકારીથી ગૂંજી ઉઠ્યું છે. દિશા વાકાણીએ થોડા દિવસ પહેલા પુત્રને જન્મ આપ્યો છે. દિશાના પતિ મયુર અને ભાઈ મયુર વાકાણીએ અભિનેત્રીના માતા બનવાના સમાચારને સમર્થન આપ્યું છે.

    દિશા વાકાણીને માતા બનવા બદલ ચાહકો ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. દિશાનો ભાઈ મયુર વાકાણી ફરીથી મામા બનવાથી ખૂબ જ ખુશ છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં મયુર વાકાણીએ કહ્યું- હું ફરીથી મામા બનીને ખૂબ જ ખુશ છું. દિશાએ 2017માં એક દીકરીનો જન્મ આપ્યો હતો. હવે તે ફરીથી માતા બની છે. હું ફરી મામા બની ગયો છું. હું બહુ જ ખુશ છું. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં મયુર વાકાણી સુંદર લાલની ભૂમિકા ભજવે છે.

    આ પણ વાંચો- હાથ હટાવતી રહી દીપિકા પાદુકોણ, કમરમાં હાથ નાંખી કિસ કરતો રહ્યો શખ્સ, Viral Video

    ડિસેમ્બર 2021માં દિશા વાકાણીના પતિ મયુર સાથેના ફેમિલી ફંક્શનનો ફોટો વાયરલ થયો હતો. આ તસવીરમાં દિશા વાકાણી બેબી બમ્પ સાથે જોવા મળી હતી. ત્યારે દિશા વાકાણીનો આ ફોટો ઘણો વાયરલ થયો હતો. બેબી બમ્પ જોયા બાદ દિશા ફરી પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર પણ સામે આવ્યા હતા. પરંતુ અભિનેત્રી તરફથી પ્રેગ્નન્સી અંગે કોઈ પુષ્ટિ કરાઇ નહીં. હવે ચાહકો એ વાતની પુષ્ટિ કરી શક્યા છે કે દિશાનો આ ફોટો તેની બીજી પ્રેગ્નેન્સી દરમિયાન લેવાયો હતો.

    તમને જણાવી દઇએ કે, દિશા વાકાણીએ વર્ષ 2017માં શોમાંથી મેટરનિટી બ્રેક લીધો હતો. ત્યારથી દિશા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછી ફરી નથી. હા વર્ષ 2019માં એક એપિસોડમાં દિશા વાકાણીનો દેખાવ જોવા મળ્યો હતો. ત્યારથી તેઓ જોવા મળ્યા નથી. દિશાના આગમનની આશા હવે ઓછી દેખાઈ રહી છે. હવે દિશા બીજા બાળકમાં વ્યસ્ત રહેશે. આવી સ્થિતિમાં જો તે શોમાં પરત ફરે તો પણ ચાહકોને હજુ થોડા વર્ષો રાહ જોવી પડી શકે છે.

    તમને જણાવી દઇએ કે, ટીવી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોનાં ચાહકોને ફરી એક વખત 'હે... મા... માતાજી..' સાંભળવા મળશે. ટીવી શોનાં પ્રોડ્યુસર અસિત મોદીએ હાલમાં જ આ વિશે વાત કરી છે અને જણાવ્યું છે કે, શોમાં દયાભાભીનું પાત્ર ફરી વખત જોવા મળશે.'

    આ પણ વાંચો- રિઅલ લાઇફ પતિ સાથે 'અનુપમા' જોવા મળી, તસવીરોમાં જુઓ પતિ સાથે કેવી છે કેમેસ્ટ્રી

    'ઇ ટાઇમ્સ'ના રિપોર્ટ મુજબ, અસિત મોદીએ કહ્યું હતું કે તેમની પાસે હવે દયાબેનના પાત્રને પરત ના લાવવા માટે કોઈ કારણ નથી. ખરી રીતે તો છેલ્લા થોડા સમયમાં બધાએ મુશ્કેલીઓનો સામનો કર્યો છે. 2020-21નું વર્ષ દરેક લોકો માટે મુશ્કેલ રહ્યું છે. જોકે હવે પરિસ્થિતિ સુધરતી જાય છે. 2022માં કોઈ પણ સારા સમયે દયાબેનના પાત્રને સિરિયલમાં પરત લાવવામાં આવશે. દર્શકોને ફરી એકવાર જેઠાલાલ તથા દયાભાભી પોતાના પ્રેમ અને મીઠા ઝઘડાથી મનોરંજન કરતાં નજર આવશે.
    Published by:rakesh parmar
    First published:

    આગામી સમાચાર