Home /News /entertainment /

Confirm : કોમેડી કિંગ કપિલે કર્યો ખુલાસો, આ શૉથી થઈ રહી છે વાપસી

Confirm : કોમેડી કિંગ કપિલે કર્યો ખુલાસો, આ શૉથી થઈ રહી છે વાપસી

કપિલ શર્માની થશે વાપસી

કપિલે શો ઉપરાંત પોતાની તબિયત વિશે પણ વાત કરી. કપિલે કહ્યું, કેટલાક કારણોથી મારી તબિયત સારી નથી.

    કોમેડી કિંગ ગણાતો કપિલ શર્મા પાછલા કેટલાક સમયથી લાઈમલાઈટથી દૂર રહી રહ્યો છે. એક સમય ટીવી ઈન્ડસ્ટ્રીમાં રાજ કરનાર કપિલ પોતાના વર્તનના કારણે ધીમે-ધીમે પોતાની લોકપ્રિયતા ગુમાવતા ગયા અને પરિણામ કપિલ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયો. હાલમાં જ કપિલના ફેન્સ માટે ખુશખબર સામે આવ્યા છે. કપિલ શર્માની ટૂંક સમયમાં જ ટીવી પર વાપસી થઈ રહી છે. કપિલ શર્મા એક વખત ફરીથી પોતાના જુના તેવર અને અંદાજ સાથે 'ધ કપિલ શર્મા' સાથે સોની ટીવી પર વાપસી કરવા માટે તૈયાર છે.

    કપિલે વેબ પોર્ટલ પીપિંગ મૂન સાથે વાતચીતમાં કહ્યું કે, 'હું પોતાના ફેન્સને આશ્વસ્ત કરવા ઈચ્છું છું કે, હું ટૂંકમાં જ ધ કપિલ શર્મા શોની નવી સિરીઝ સાથે પરત ફરીશ. આ શો ફેન્સ પર ફરીથી તે છાપ છોડશે અને તેમનો પ્રેમ જ શોને આગળ વધારશે. જોકે, હાલમાં શોની પ્લાનિંગ સ્ટેજ પર છે.'

    કપિલે શો ઉપરાંત પોતાની તબિયત વિશે પણ વાત કરી. કપિલે કહ્યું, કેટલાક કારણોથી મારી તબિયત સારી નથી. જોકે, હાલમાં મે મારા સ્વાસ્થ્ય પર ખુબ જ ધ્યાન આપ્યું છે અને આમાં ઝડપી સુધારો થઈ રહ્યો છે.




    કપિલે તે પણ ખુલાસો કર્યો છે કે, ટીવીથી બ્રેક દરમિયાન પોતાના પરિવાર સાથે એક શોર્ટ ફેમિલી વેકેશન પર હતો. આ દરમિયાન કપિલે ક્વોલિટી ટાઈમ પ્રસાર કરવાની વાત કરી. કપિલે તે પણ કહ્યું કે, પરિવારના સાથના કારણે તેમની તબિયતમાં ઝડપી સુધારો થવામાં મદદ મળી છે.



    પંજાબી ફિલ્મથી કપિલની થશે વાપસી

    કપિલ પ્રોડક્શનના ક્ષેત્રમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. કપિલ પંજાબી ફિલ્મ સન ઓફ મંજીત સિંહને પ્રોડ્યૂસ કરી રહ્યો છે. આ વાતની જાણકારી કપિલે પોતાના ટ્વિટર એકાઉન્ટ દ્વારા આપી છે. કપિલે ફિલ્મનું ટીઝર પણ શેર કર્યો છે. આ ફિલ્મને કપિલ સુમિત સિંહ સાથે મળીને પ્રોડ્યુસર કરી રહ્યાં છે.
    Published by:Mujahid Tunvar
    First published:

    Tags: Kapil Sharma, Kapil sharma show

    આગામી સમાચાર