બુધવારની સવાર ભારતીયો માટે ગૌરવપૂર્ણ હતી. અમેરિકાના બેવર્લી હિલ્સમાં ચાલી રહેલા 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફંક્શનમાં 'નાટૂ-નાટૂ'ને બેસ્ટ સોન્ગ કેટેગરીમાં અવોર્ડ આપવામાં આવ્યો હતો. એવોર્ડની જાહેરાત થતાં જ જ્યાં આખી ટીમ આનંદથી ઉછળી પડી ત્યાં સમગ્ર દેશમાં ખુશીની લહેર છવાઇ ગઈ.
બોલિવૂડથી લઈને સાઉથ સુધીના તમામ એક્ટર્સ અભિનંદન આપવા લાગ્યા. આ સોન્ગની સિદ્ધિ પર ખુશી વ્યક્ત કરતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર 'RRR' ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
રામ ચરણ અને જુનિયર NTRની ફિલ્મ 'RRR' (RRR) એ ગોલ્ડન ગ્લોબ્સમાં તેના સોન્ગ 'નાટૂ-નાટૂ'ને કારણે વિશ્વભરમાં ડંકો વગાડ્યો હતો. આ અવોર્ડ મળ્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું કે, 'આ પ્રતિષ્ઠિત એવોર્ડે દરેક ભારતીયને ગર્વ કરાવ્યો છે'. જણાવી દઈએ કે આ સોન્ગ એમએમ કીરવાનીએ ગાયું છે.
PM મોદીએ 'Natu-Natu' માટે અવોર્ડ મળવા પર ટ્વિટ કર્યું 'એક ખૂબ જ ખાસ ઉપલબ્ધિ, @mmkeeravaani, પ્રેમ રક્ષિત, કાલ ભૈરવ, ચંદ્રબોઝ, @Rahulsipligung. હું એસએસ રાજા મૌલી, તારક, રામ ચરણ, RRR મૂવીની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. આ પ્રતિષ્ઠિત સન્માને દરેક ભારતીયને ગૌરવ અપાવ્યું છે.
Every Indian is proud of the global recognition for #NaatuNaatu song from #RRRMovie Heartiest congratulations to ace music composer, Keeravani Garu & RRR team for bagging the #GoldenGlobes2023 Award for the best original song! https://t.co/1Z8QITdWJj
તમને જણાવી દઈએ કે એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'RRR'ને બે અલગ-અલગ કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું, જેમાં બેસ્ટ ફિલ્મ - નોન ઈંગ્લિશ અને બેસ્ટ ઓરિજિનલ સોંગનો સમાવેશ થાય છે.
'બેસ્ટ ફિલ્મ નોન-અંગ્રેજી' કેટેગરીમાં, 'RRR' કોરિયન રોમેન્ટિક ફિલ્મ 'ડિસિઝન ટુ લીવ', જર્મન એન્ટી વોર ફિલ્મ 'ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ', આર્જેન્ટિનિયન ફિલ્મ 'આર્જેન્ટિના 1985' અને ફ્રેન્ચ-ડચ સામે છે. ફિલ્મ 'ઓલ ક્વાયટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ'. ક્લોઝ'. તેમાં એવોર્ડ જીતી શક્યું નથી પરંતુ બેસ્ટ ઓરિજિનલ સોન્ગ પોતાના નામે કર્યુ હતું.
Published by:Bansari Gohel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર