Home /News /entertainment /Golden Globes 2023: રાજામૌલની ફિલ્મ 'RRR'એ ઈતિહાસ રચ્યો, RRR ના "નાટૂ નાટૂ" ને શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો

Golden Globes 2023: રાજામૌલની ફિલ્મ 'RRR'એ ઈતિહાસ રચ્યો, RRR ના "નાટૂ નાટૂ" ને શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો

golden globes 2023

ભારતીય સિનેમા પ્રેમિયો માટે ગોલ્ડન ગ્લોબ (Golden Globes 2023)ના મંચ પરથી મોટા ખુશખબર આવ્યા છે. ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ આરઆરઆર (RRR)ને ગોલ્ડન ગ્લોબ 2023માં ધમાલ મચાવી છે.

    નવી દિલ્હી: ભારતીય સિનેમા પ્રેમિયો માટે ગોલ્ડન ગ્લોબ (Golden Globes 2023)ના મંચ પરથી મોટા ખુશખબર આવ્યા છે. ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીની ફિલ્મ આરઆરઆર (RRR)ને ગોલ્ડન ગ્લોબ 2023માં ધમાલ મચાવી છે. કારણ કે, ફિલ્મના ગીત નાટૂ-નાટૂને બેસ્ટ ઓરિજનલ સોંગનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ ઓરિજનલ સોંગની કેટેગરીમાં ફિલ્મ આરઆરઆરના સોંગ નાટૂ નાટૂને ટેલર સ્વિફ્ટ અને રિહાનાને હરાવી દીધું છે. આપને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં જૂનિયર એનટીઆર અને રામચરણ લીડ રોલમાં છે.

    હકીકતમાં જોઈએ તો, ફિલ્મ આરઆરઆરને બે શ્રેણી માટે નામાંકન મળ્યું હતું, જેમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ બિન અંગ્રેજી અને સર્વેશ્રેષ્ઠ મૂળ ગીત-ચલચિત્ર સામેલ છે. અત્યાર સુધીની અપડેટ મુજબ જોઈએ તો, ફિલ્મ આરઆરઆરને સર્વશ્રેષ્ઠ ગીત ચલચિત્ર કેટેગરીમાં બાજી મારી લીધી છે. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, આરઆરઆર આ પુરસ્કારોમાં નામાંકન મેળવનારી બે દાયકાથી વધારે સમયમાં પહેલી ભારતીય ફિલ્મ છે. પહેલા વિદેશી ભાષા શ્રેણીમાં નામાંકન મેળવનારી ફિલ્મ સાલામ બોમ્બે (1988) અને મોનસૂન વેડિંગ (2001) છે. આ બંને ફિલ્મોનું નિર્દેશન મીરા નાયરે કર્યું છે. આ બંને ફિલ્મે આરઆરઆરથી દરેક રીતે અલગ છે.
    " isDesktop="true" id="1317738" >

    ફિલ્મ આરઆરઆરમાં શું છે


    રાજામૌલી દ્વારા નિર્દેશિત આરઆરઆર રાષ્ટ્રવાદ અને ભાઈચારા પર આધારિત ફિલ્મ છે. તેમાં જાણીતા કલાકાર રામ ચરણ અને જૂનિયર એનટીઆર છે. તેમણે વાસ્તવિક જીવનના ભારતીય ક્રાંતિકારીઓને ક્રમશ: અલ્લૂરી સીતારામ રાજૂ અને કોમારામ ભીમની ભૂમિકા નિભાવી છે. આ ફિલ્મ સ્વતંત્રતાના પહેલાના સમયની કાલ્પનિક કહાની પર આધારિત છે. ફિલ્મના તેલુગુ ગીત નાટૂ નાટૂને સંગીત એમ એમ કીરાવાનીએ આપ્યું છે. જ્યારે તેના શબ્દો કાલા ભૈરવા અને રાહુલ સિપ્લીગુંજે લખ્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: RRR Movie

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन