Home /News /entertainment /શું આપ જાણો છો RRRના નાટૂ નાટૂ ગીતનું શૂટિંગ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીના ઘરે થયું છે?

શું આપ જાણો છો RRRના નાટૂ નાટૂ ગીતનું શૂટિંગ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીના ઘરે થયું છે?

RRRના ગીતે ઈતિહાસ સર્જ્યો

આપને જણાવી દઈએ કે, એસએસ રાજામૌલીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ આરઆરઆરના ગીત નાટૂ નાટૂને ગોલ્ડન ગ્લોબ્સ 2023માં બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચરનો એવોર્ડ જીત્યો છે. આ ગીતમાં મ્યૂઝિક એમએમ કીરાવનીએ આપ્યું છે, જ્યારે તેને કાલ ભૈરવ અને રાહુલ સિપ્લિગુંજે લખ્યું છે.

વધુ જુઓ ...
  Golden Globe: ઘણાં બધા લોકો એ વાત નહીં જાણતા હોય કે, ગોલ્ડન ગ્લોબ ટ્રોફી જીતનારી RRR ફિલ્મનું નાટૂ નાટૂ ગીતનું કનેક્શન યુક્રેન સાથે જોડાયેલ છે. રાજામૌલીની ફિલ્મ RRRના નાટૂ નાટૂ ગીતનું શૂટીંગ ઓગસ્ટ 2021માં યુક્રેનમાં થયું હતું અને તે પણ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીના સત્તાવાર નિવાસ્થાનની બહાર. યુક્રેન પર રશિયાના આક્રમણના થોડા મહિના પહેલા આ ટ્રેકને ફિલ્મવામાં આવ્યું હતું.

  માર્ચ 2022માં રાજામૌલીએ કર્યું હતું યુક્રેનમાં શૂટિંગનો ઉલ્લેખ


  માર્ચ 2022માં RRRના પ્રચાર દરમિયાન ફિલ્મના ડિરેક્ટર એસએસ રાજામૌલીએ યુક્રેનમાં ગીતના શૂટીંગને યાદ કર્યું અને રશિયા-યુક્રેન યુદ્ધ પર દુ:ખ વ્યક્ત કર્યુ હતું. તેમણે કહ્યું હતું કે, અમે ત્યાં અમુક મહત્વના દ્રશ્યોનું શૂટીંગ કરવા ગયા હતા. જ્યારે અમે શૂટીંગ કરી રહ્યા હતા. તો મને આ મુદ્દા વિશે કોઈ જાણકારી નહોતી, જે હવે યુદ્ધમાં બદલાઈ ગઈ છે. મારા પરત ફરતા અને તે સમયે મેં જે વસ્તુઓ જોઈ તેની હવે મને ગંભીરતા સમજાય છે.
  આપને જણાવી દઈએ કે, એસએસ રાજામૌલીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ આરઆરઆરના ગીત નાટૂ નાટૂને ગોલ્ડન ગ્લોબ્સ 2023માં બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચરનો એવોર્ડ જીત્યો છે. આ ગીતમાં મ્યૂઝિક એમએમ કીરાવનીએ આપ્યું છે, જ્યારે તેને કાલ ભૈરવ અને રાહુલ સિપ્લિગુંજે લખ્યું છે.

  ફિલ્મ આરઆરઆરમાં રામ ચરણ અને જૂનિયર એનટીઆરે સ્વતંત્રતા સેનાનીઓ તરીકે અભિનય કર્યો છે. જ્યારે અજય દેવગન, આલિયા ભટ્ટ અને શ્રિયા સરને મહત્વની ભૂમિકા નિભાવી છે. હાલમાં ફિલ્મને ઓસ્કરમાં ટક્કર આપે તેવી આશા છે. પણ આવું ત્યારે જ થાય, જ્યાર ભારતની સત્તાવાર એન્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી શકે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: RRR Movie, Russia ukraine news

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन