બકરી સાથે ગેંગરેપનાં આરોપીઓ માટે જ્હોન અબ્રાહમે માંગી આ સજા

બકરી સાથે ગેંગરેપનાં આરોપીઓ માટે જ્હોન અબ્રાહમે માંગી આ સજા
બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમે બકરી સાથે સામુહિક બળાત્કારની ઘટના પર ટિપ્પણી કરી છે

બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમે બકરી સાથે સામુહિક બળાત્કારની ઘટના પર ટિપ્પણી કરી છે

 • Share this:
  મુંબઇ: હરિયાણાનાં નૂંહ જિલ્લામાં ગર્ભવતી બકરી સાથે ગેંગરેપની ઘટનાએ સૌને હેરાન કરી દીધા છે. હાલમાં જ બોલિવૂડ એક્ટર જ્હોન અબ્રાહમે આ ઘટના પર ટિપ્પણી કરી છે. એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ 'બોલિવૂડ હંગામા'માં છપાયેલી રિપોર્ટની માનીયે તો જ્હોને કહ્યું કે, 'હું આ વિશે જાણીને હેરાન છું. એક ભારતીય હોવાને કારણે હું કહીશ કે આપણાં દેશમાં મહિલાઓ અને જાનવરો સુરક્ષિત નથી. એવામાં ફક્ત ફાંસી જ એક રસ્તો નજર આવે છે. દેશમાં આ પ્રકારનાં સનકીયો માટે કોઇ સજા કામ નહીં કરે.'

  સામૂહિક દુષ્કર્મની આ ઘટના બાદ ગર્ભવતી બકરીની મોત થઇ ગઇ છએ. બકરીનાં માલિક અસલૂએ આ મામલે એક FIR દાખલ કરાવી છે. પોલીસે કલમ 429 અને 377 હેઠળ કેસ દાખલ કર્ય છે. આ ફરિયાદ મુજબ આઠ લોકોએ બકરી ચોરી અને તેનો રેપ કર્યો. જે બાદ પાંચ આરોપી ભાગઇ ગયા પણ ત્રણ ત્યાં જ રહ્યાં.  ટ્રિબ્યૂન ઇન્ડિયાનાં સમાચાર મુજબ, અસલૂએ દાવો કર્યો છે કે, આરોપીઓએ આ પહેલાં પણ બકરી સાથે રેપ કરવાનો પ્રાયસ કર્યો હતો. જ્યારે તેણે હલ્લો મચાવ્યો તો ગામવાળાએ તેમને મારી મારીને પકડી પાડ્યા હતાં. આ વાતથી ગુસ્સે ભરાયેલાં લોકો આઠ કલાક બાદ પાછા આવ્યા અને બકરીને ઉપાડી ગયા.

  આપને જણાવી દઇએ કે,બોલિવૂડ એક્ટર ફરહાન અખ્તરે પણ થોડા દિવસ પહેલાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. અને તેણે ટ્વિટર પર લખ્યું હતું કે, આપણાં વિકાસ અને શિક્ષામાં જરૂરથી કોઇ કમી આવી ગઇ છે. આ કાળી ઉંડી સુરંગમાં આખરે અજવાળું ક્યાં છે?

  ફરહાનની ટ્વિટ  Published by:Margi Pandya
  First published:August 01, 2018, 15:40 pm

  ટૉપ ન્યૂઝ