આ કારણથી દુનિયાભરમાં આગામી 48 કલાકમાં ઠપ થઈ શકે છે ઇન્ટરનેટ

ખબર છે કે આવનારા 48 કલાક સુધી દુનિયાભરમાં ઇન્ટરનેટ સર્વિસીસ બંધ થઇ શકે છે.

News18 Gujarati
Updated: October 12, 2018, 1:47 PM IST
આ કારણથી દુનિયાભરમાં આગામી 48 કલાકમાં ઠપ થઈ શકે છે ઇન્ટરનેટ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: October 12, 2018, 1:47 PM IST
ઇન્ટરનેટ યૂઝર્સ માટે આવનારા બે દિવસો મુશ્કેલીથી ભરેલા છે. ખબર છે કે આવનારા 48 કલાક સુધી દુનિયાભરમાં ઇન્ટરનેટ સર્વિસીસ બંધ થઇ શકે છે. Russia Todayના રિપોર્ટ પ્રમાણે ઇન્ટરનેટના ઉપભોક્તાઓને આગામી 48 કલાક દરમિયાન નેટવર્ક કનેક્શન ફેલીયરનો સામનો કરવો પડી શકે છે.

આ પાછળનું કારણ એ છે કે મેઇન ડોમેન સર્વર અને તેની સાથે જોડાયેલ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલાક સમય માટે બંધ રહેશે.

રિપોર્ટ પ્રમાણે 'ધ ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ એન્ડ નંબર્સ (ICANN) આ દરમિયાન મેઇનટેનન્સ સાથે જોડાયેલ કામ કરશે. ICANN ક્રિપ્ટોગ્રાફિકની કી બદલાશે. જે ઇન્ટરનેટની એડ્રેસ બુક કે ડોમેન નેમ સિસ્ટમને પ્રોટેક્ટ કરશે.'

કેમ બંધ કરવાની પડી જરૂર

ધ ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ એન્ડ નંબર્સે કહ્યું કે, સાયબર એટેકની વધતી ઘટનાઓને જોતા આવું કરવું જરૂરી બની ગયું હતું. કોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટીએ કહ્યું કે એક સુરક્ષિત, સ્થિર DNS નક્કી કરવા માટે ગ્લોબલ ઇન્ટરનેટ શટડાઉન કરવું જરૂરી છે.

CRAએ કહ્યું કે, 'જો ઇન્ટરનેટ યૂઝર્સના નેટવર્ક ઓપરેટર્સ કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPS)આ બદવાલ માટે તૈયાર ન હોય તો ઇન્ટરનેટની સેવાઓ બાધિત થઇ શકે છે. જોકે ઉચિત સિક્યોરિટી એક્સટેન્શન અનેબલ કરીને આની અસરથી બચી શકાય છે.'
Loading...

જો તમારા લેપટોપ કે કોમ્પ્યુટર પર વેબસાઇટ કે વેબપેજ નથી ખુલી રહ્યું તો આપ તમારા ઘરના રાઉટર્સને રિસ્ટાર્ટ કરી શકો છો.
First published: October 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...