રાખી સાવંતના 'નકલી પતિ'ને દિલ્હી મેટ્રોમાં યુવતીએ મારી થપ્પડ

News18 Gujarati
Updated: November 14, 2019, 9:00 AM IST
રાખી સાવંતના 'નકલી પતિ'ને દિલ્હી મેટ્રોમાં યુવતીએ મારી થપ્પડ
દીપક કલાલ

રાખી સાવંતના (Rakhi Sawant)ના નકલી પતિને ચાલુ ટ્રેનમાં નખરા કરવા ભારે પડી ગયું હતું, છોકરીએ ધોલાઈ કરી.

  • Share this:
નવી દિલ્હી : બોલિવૂડની આઈટમ ગર્લ રાખી સાવંત (Rakhi Sawant) અને તેની સાથે જોડાયેલા લોકો અવારનવાર વિવાદમાં રહે છે. ઘણા સમયથી રાખી સાવંત તેના લગ્ન અને પતિને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેના નકલી પતિ દીપક કલાલે દિલ્હી મેટ્રોમાં એક છોકરીની થપ્પડ ખાવી પડી છે. આમ તો દીપક કલાલ અનેક પ્રકારના ડ્રામા વીડિયો શેર કરતો રહે છે. તે જાણી જોઈને ચર્ચામાં રહેવા માટે નખરા કરતો રહે છે. પરંતુ આ વખતે તેને નખરા કરવાનું ભારે પડી ગયું છે.

આ બનાવ દિલ્હી મેટ્રોનો છે. દીપક કલાક લોકો સાથે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન એક યુવતીએ તેને ઓળખી લીધો હતો અને તની સાથે સેલ્ફી લીધી હતી. દીપક કલાલે આનો વિરોધ કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે દીપક કલાક ખૂબ નારાજ હતો. શરૂઆતમાં આ એક સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનું ડિંડક લાગ્યું હતું. પરંતુ બાદમાં ટ્રેનમાં હાજર લોકોએ તેને પકડી લીધો હતો, આ દરમિયાન સેલ્ફી લેનાર યુવતીએ તેને થપ્પડ મારી દીધી હતી.

થયું એવું કે એક યુવતીએ દીપક કલાક સાથે સેલ્ફી લીધી હતી. જેનો તેણે ખૂબ વિરોધ કર્યો હતો. આ દરમિયાન આસપાસ રહેલા યુવકો સાથે દીપકનો ઝઘડો થયો હતો. આથી યુવકોએ દીપકને પકડી લીધો હતો અને યુવતીએ તેને થપ્પડ મારી દીધી હતી.

આ અંગેનો વીડિયો શેર કરતા દીપકે લખ્યુ છે કે, "દિલ્હીની છોકરીઓ તમને મારી સાથે સેલ્ફી લેવાની છૂટ નથી. હું આની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીશ. મોહિત અરોરા તે તારી ઔકાત બતાવી દીધી. તને તો હું નહીં છોડું. તું દિલ્હીમાં ફેશન શો કરે છે, હવે તું કોઈ ફેશન શો કરીને બતાવ. એટલું જ નહીં પેલી છોકરી અને તું જેલમાં જશો. મારા ચાહકો મને સાથ આપો, આપણે સાથે મળીને એ લોકોને પાઠ ભણાવીશું."

ચાલુ મેટ્રોમાં બબાલ થતાં અમુક લોકો વચ્ચે પડ્યા હતા. તેમણે આ યુવતીને દીપકથી દૂર કરી હતી. જોકે, થપ્પડ ખાધા બાદ દીપક પોતે પણ ચૂપ થઈ ગયો હતો. જોકે, બાદમાં લોકોને તેના સમર્થનમાં આવતા જોઈને તે ફરીથી રોફ જમાવવા લાગ્યો હતો.
 

Loading...
 


 

 


 

 


 
View this post on Instagram

 


 

 

 

Mohit Arora tune dekha diya apna aukat , tujhe toh nahi chodne vala beta main delhi main karta hai na tu fashion show , ab tu kar k dekh koi fashion show or vo ladki b jAye gi jail main or tu be , Fans plz support me mohit_arora_ssdn ko mere sath mil k sabak sekhana hai.... 360 advertising production iski company ko band krana hai @mohit_arora_ssdn


 

A post shared by Deepak Kalal (@deepakkalalofficial) on
ઉલ્લેખનીય છે કે દીપક કલાલ એક સોશિયલ મીડિયા સ્ટાર છે. સાથે જ તે યુ-ટ્યુબર પણ છે. તેણે રાખી સાવંત સાથે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. બાદમાં રાખીએ જ્યારે અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા તો તેણે રાખી પર કેસ કરવાની વાત કરી હતી.

જોકે, રાખીએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેણે રિતેશ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. દીપક સાથે તેણે જે કર્યું હતું તે ફક્ત મજાક હતી. એટલે સુધી કે દીપક તેનો એક્સ પણ નથી. રાખીએ દીપકને પોતાનો ભાઈ ગણાવ્યો હતો. જોકે, દીપક આજે પણ રાખીને બેવફા કહે છે.
First published: November 14, 2019, 8:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading