બોલિવૂડ સેલેબ્સના ફેન્સ કેવા કેવા હોય છે તે તમે શાહરુખ ખાનની ફેન્સ ફિલ્મમાં જોયું જ હશે. પરંતુ એ તો એક ફિલ્મ હતી. હકીકતમા ફેન્સ શું કરી શકે છે તેનો અનુભવ તાજેતરમાં જ સલમાન ખાનને થયો હતો. એક વેબસાઇટના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલા સલમાનની એક ફિમેલ ફેન તેને મળવા માટે એટલી ઉતાવળી બની ગઈ હતી કે તે એક ધારદાર હથિયાર સાથે તેના એપાર્ટમેન્ટમાં ઘૂસી ગઈ હતી. તેની રોકવામાં આવી તો તેણે આત્મહત્યા કરવાની ચીમકી આપી દીધી હતી.
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે થોડા દિવસ પહેલા આશરે 12.30 વાગ્યે એક છોકરી સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની અંદર ઘૂસી ગઈ હતી. ગેટ પર સુરક્ષાગાર્ડ્સ હાજર હતા કે નહીં તેની કોઈ જાણકારી મળી નથી. એવી પણ માહિતી બહાર નથી આવી કે યુવતી સલમાનના એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયા બાદ અંદર શું થયું. એટલી માહિતી સામે આવી છે કે જ્યારે ગાર્ડ્સે તેને અંદર જતા રોકી તો તેણે કહ્યું હતું કે તે સલમાન ખાનની પત્ની છે. તેણે ધારદાર હથિયાર વડે પોતાને ઈજા પહોંચાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. યુવતીએ એટલો હંગામો મચાવ્યો કે ગાર્ડ્સે તેને રોકવા માટે ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમયે સલમાન ખાન ઘરે ન હતો. તે અબૂ ધાબી ખાતે પોતાની આગામી ફિલ્મ રેસ-3નાં શૂટિંગમાં વ્યસ્ત છે. નોંધનીય છે કે સલમાન ખાનના ઘરની બહાર અવાર નવાર ભીડ રહે છે. સલમાન જ્યારે પણ ઘરની બહાર આવે છે ત્યારે તે પોતાના ફેન્સને મળે છે. પરંતુ તાજેતરમાં બનેલી ઘટના હેરાન કરનારી છે. આ યુવતી કોણ હતી અને શા માટે અહીં આવી હતી તેની કોઈ માહિતી સામે આવી નથી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર