Nattu KaKa Death: 'નટુ કાકા'નું નિધન! CM ભૂપેન્દ્ર પટેલથી લઈ અને Tarak Mehtaના ડાયરેક્ટરે કહી આ વાત

ઘનશ્યામ નાયક નટુકાકાનું 77 વર્ષની જૈફ વયે નિધન, દર્શનકોમાં શોકની લાગણી

Ghanshaym Nayak Nattu KaKa death : તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના નટુકાકા (Natu kaka dies) એટલે કે, એક્ટર ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે નિધન

 • Share this:
  Natu Kaka Death : તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના નટુકાકા (Natu kaka dies) એટલે કે, એક્ટર ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે નિધન (Ghanshyam Nayak dies) થયું છે. લોકપ્રિય શો 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)માં નટૂ કાકા (Nattu Kaka)નો કિરદાર અદા કરનારા એક્ટર ધનશ્યામ નાયક (Ghanshyam Nayak) કેન્સરથી લડી રહ્યાં હતા, આજે તેમણે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા છે. નટુકાકાના નિધનના સમાચારથી બોલિવુડમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે, અનેક દર્શકોએ પણ દુખ વ્યક્ત કર્યું છે.

  નટુકાકાના નિધન બાદ દર્શકો આઘાતમાં સરી પડ્યા છે. 100થી વધુ હિન્દી-ગુજરાતી ફિલ્મો અને 350 જેટલી સિરિયલોમાં અભિનય કરનારા અને કેટલાય નાટકો તેમજ ભવાઈના વેશ ભજવનારા નટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક ખરા અર્થમાં એક મિલેનિયમ સ્ટારથી કમ નહોતા. જોકે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના શોની 13 વર્ષની કારકીર્દીએ તેમને દરેક ગુજરાતી ઘરમાં લોકપ્રિયતા અપાવી. નટુકાકા ઘર ઘરમાં છવાઈ ગયા. તેમને આટલી લોકપ્રિયતા અગાઉ ક્યારેય કોઈ કિરદાર માટે ન મળી હોય તેવી લોકપ્રિયતા મળી. આ કારણોસર જ આજે તેમના નિધન બાદ લોકો અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઘનશ્યામ નાયકની શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું, ' ગુજરાતી રંગમંચથી શરુ કરી “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”ધારાવાહિકના “નટુકાકા”ના હુલામણા નામ થી વિખ્યાત શ્રી ઘનશ્યામભાઈ નાયકના આકસ્મિક અવસાનથી ગુજરાતી રંગમંચને મોટી ખોટ પડી છે.પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.'

  આ પણ વાંચો :  Tarak Mehtaના નટુ કાકા કેન્સરની સારવાર બાદ આવા દેખાતા હતા, આ તસવીરો નહીં ભૂલી શકે દર્શકો

  'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ઓફિશિયલ ટ્વીટર પર પેજ પર શ્રદ્ધાંજલિ આપતા લખવામા આવ્યું કે 'નટુકાકાનો કિરદાર ભજવનાર ઘનશ્યામ નાયકના નિધનના સમાચાર જણાવતા દુખ અનુભીએ છીએ. ઘનશ્યામજી છેલ્લા 13 વર્ષથી અમારા પરિવારના બહુમૂલ્ય સભ્ય હતા. આશિતજીનો અને ઘનશ્યામજીનો નાતો સિરિયલ શરૂ થઈ તે પહેલાનો હતો જેથી આજે અમે ફક્ત એક કલાકારી જ નહીં પરંતુ એક પરિવારના સદસ્યને ગુમાવ્યાની લાગણી અુભવીએ છીએ. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે'


  View this post on Instagram


  A post shared by Malav Rajda (@malavrajda)


  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ડાયરેક્ટર માલવ રાજડાએ ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે 'ઘનશ્યામ ભાઈ જ્યારે તમે મારા પિતા સાથે નાટકો કરતા હતા ત્યારથી બાળપણથી હું તમને ઓળખું છું, હું તમને ત્યારે પણ પ્રેમ કરતો હતો અને આજે પણ પ્રેમ કરું છું. તમે સદાય લોકો પ્રેમ કરશે. તમારા જેવો પ્રેમાળ અને હસમુખો ચહેરો મેં હજુ સુધી જોયો નથી. મારા પર કાયમ પ્રેમ અને આશિર્વાદ આપવા માટે આભાર. તમે કાયમ યાદ રહેશે. લવ યુ નટુ કાકા'
  Published by:Jay Mishra
  First published: