Gehraiyaan માં સિદ્ધાંત સાથે દીપિકાનો BOLD સીન જોયા બાદ રણવીર સિંહે કહ્યું, 'માય બેબી ગર્લ...'
Gehraiyaan માં સિદ્ધાંત સાથે દીપિકાનો BOLD સીન જોયા બાદ રણવીર સિંહે કહ્યું, 'માય બેબી ગર્લ...'
ફિલ્મ ગહેરાઇયાનું ટ્રેલર જોઈ રણવીર સિંહનું રિએક્શન
Gehraiyaan Trailer Release : ફિલ્મ 'ગહેરાઈયાં' (Gehraiyaan)માં ઘણા બોલ્ડ સીન્સ છે, જેને જોયા પછી રણવીર સિંહ (Ranveer Singh) પોતાની જાતને રોકી શક્યો નહીં અને દીપિકા પાદુકોણ (Deepika Padukone) ને લઈ પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યો નહીં.
Gehraiyaan Trailer Release : દીપિકા પાદુકોણ (Deepika Padukone), સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi), અનન્યા પાંડે (Ananya Panday) અને ધૈર્ય કારવા (Dhairya Karwa) સ્ટારર ફિલ્મ 'ગહેરાઈયાં' (Gehraiyaan) નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મ નિર્માતા શકુન બત્રાની આગામી ફિલ્મનું ટ્રેલર માત્ર ચાહકોને જ નહીં પરંતુ સેલેબ્સને પણ પસંદ આવ્યું છે. ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ છે, જેને જોયા પછી રણવીર સિંહ (Ranveer Singh) પોતાની જાતને રોકી શક્યો નહીં અને પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યો નહીં.
રિલેશનશિપ ડ્રામા છે 'ગહેરાઈયાં'
'ગહેરાઈયાં' ફિલ્મ એક રિલેશનશિપ ડ્રામા છે, જેમાં આજના સંબંધોની ગૂંચવણો અને તેના આંતરિક સ્તરો, યુવા જીવનના વિશેષ પાસાઓ અને ઈચ્છા મુજબ જીવન જીવન જીવતા યુવાનોની કહાનીને સારી રીતે દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં સિદ્ધાંત ચતુર્વેદી અને દીપિકા પાદુકોણ વચ્ચે ઘણા બોલ્ડ સીન્સ છે. ફિલ્મનું આ ટ્રેલર જોયા બાદ રણવીર સિંહે ફિલ્મનું દીપિકાનું પોસ્ટર શેર કર્યું અને લખી દિલ કી બાત.
રણવીર સિંહે દીપિકાને આ વાત કહી
રણવીર સિંહે દીપિકા (Ranveer Singh Deepika Padukone) માટે લખ્યું- 'મૂડી, સેક્સી અને તીવ્ર, Domestic noir? મને સાઇન અપ કરો. મારા બધા ફેવરિટ શકુન બત્રા, અનન્યા પાંડે, સિદ્ધાંત ચતુર્વેદી, ધૈર્ય કારવા, નસીર ધ લિજેન્ડ.' દીપિકાને ટેગ કરતાં રણવીરે લખ્યું, 'અને મારી બેબી ગર્લ Fazillion buxxx જેવી લાગે છે.'
રણવીર સિંહનું રિએક્શન
અનન્યા-સિદ્ધાંતે પ્રેમ વ્યક્ત કર્યો
પોસ્ટ પર કોમેન્ટ કરતા અનન્યા પાંડેએ લખ્યું- 'તમે મારા ફેવરિટ છો.' સિદ્ધાંત ચતુર્વેદીએ આ પોસ્ટ પર હાર્ટનું ઈમોટિકોન બનાવ્યું છે, જ્યારે એમેઝોન પ્રાઇમ વીડિયોએ પણ કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે, 'આ પોસ્ટની ઊંડાઈ અમે સમજી શકીએ છીએ.'
Gehraiyaan ટ્રેલર રિલીઝ થવાની સાથે જ હેડલાઈન્સમાં છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સે આના પર પ્રતિક્રિયા આપી અને તેને શાનદાર ગણાવી. ટ્રેલર પર ટિપ્પણી કરનારા કલાકારોમાં આલિયા ભટ્ટ, ઝોયા અખ્તર, ચંકી પાંડે અને શનાયા કપૂર સહિત અન્ય ઘણા સેલેબ્સના નામ સામેલ છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર