Home /News /entertainment /Gehraiyaan Trailer Release : ફિલ્મ 'ગહેરાઇયા'નું ટ્રેલર રિલીઝ, દીપિકા પાદુકોણ પિતરાઈના મંગેતરના પ્રેમમાં પડે છે!

Gehraiyaan Trailer Release : ફિલ્મ 'ગહેરાઇયા'નું ટ્રેલર રિલીઝ, દીપિકા પાદુકોણ પિતરાઈના મંગેતરના પ્રેમમાં પડે છે!

ફિલ્મ 'ગહેરાઇયા'નું ટ્રેલર રિલીઝ

Gehraiyaan Trailer Release : ફિલ્મમાં દીપિકા પાદુકોણ (deepika padukone) અને સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) ના રોમેન્ટિક અને કિસિંગ સીન પણ બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો દીપિકા, અનન્યા પાંડે (Ananya Panday), સિદ્ધાંત, નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે

વધુ જુઓ ...
    Gehraiyaan Trailer Release : દીપિકા પાદુકોણ (deepika padukone), અનન્યા પાંડે (Ananya Panday) અને સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) સ્ટારર બોલિવૂડ ફિલ્મ 'ગહેરાઇયા'નું ટ્રેલર રિલીઝ (gehraiyaan trailer release) થઈ ગયું છે. આ ફિલ્મનાં ટીઝરને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો. ગુંચવાયેલા સંબંધોની આસપાસ ફરતી ફિલ્મ 'ગહેરાઇયા'નું ટ્રેલર ખૂબ જ રોમાંચક લાગે છે.

    ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીના રોમેન્ટિક અને કિસિંગ સીન પણ બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો દીપિકા, અનન્યા પાંડે, સિદ્ધાંત, નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મ એક રિલેશનશીપ ડ્રામા છે.

    ફિલ્મમાં ટ્રેલરમાં સૌથી પહેલા દીપિકા પાદુકોણ તમને જોવા મળશે, દીપિકા કહે છે કે, મને ઘરમાં રહેવું ગમતું નથી, આ પછી દીપિકાનું તેની બહેનના બોયફ્રેન્ડ સાથે અફેર થઇ જાય છે. લવ અને ટ્રાઇએંન્ગલ તમને ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાં દિપિકા પાદુકોણે બોલ્ડ સીન્સ આપ્યા છે. આ ફિલ્મની સ્ટોરી આજના જમાનાની રિલેસનશીપની સ્ટોરી કહી રહી છે. જ્યારે બીજી બાજુ સિદ્ધાર્થ અને દિપિકા પહેલીવાર સાથે ઓનસ્ક્રિન જોવા મળ્યા છે, ઇન્ટરનેટ પર પણ આ કેમેસ્ટ્રીની ચર્ચા થઇ રહી છે.

    " isDesktop="true" id="1171495" >

    ટ્રેલરનો અંતમાં સિદ્ધાંત અને દીપિકા એકબીજાને પુછી રહ્યાં છે કે, કે શું આપણે લોકો સાથે ગડબડ તો નથી કરી ને?" અને આ જ ફિલ્મનો સાર છે - કોઈ વ્યક્તિ, કોઈ સંબંધ ક્યારેય સંપૂર્ણ નથી હોતો.

    આ ફિલ્મનાં ટ્રેલરને લઇને ગુરુવારે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી, જેમાં ફિલ્મના નિર્માતાઓ અને સ્ટાર કાસ્ટ હાજર રહ્યાં હતા. કરણ જોહરે ટ્રેલર લોન્ચનું આયોજન કરીને ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશેની માહિતી આપી હતી. આ સાથે કરણ જોહરે કહ્યું કે, કોઇ પણ ફિલ્મનું ટાઇટલ શોધવુ ખુબ મુશ્કેલ હોય છે, ગેહરાઇયાને માત્ર 1.5 મહિના પહેલા જ ફિલ્મના નામ તરીકે લૉક કરવામાં આવ્યું હતું. ફિલ્મની સ્ટાર કાસ્ટ અનન્યા પાંડે કહે છે કે, "અમે આ ફિલ્મનું નામ શોધવા માટે ઘણો ટાઇમ લીધો હતો, કારણ કે એક શબ્દમાં ફિલ્મનો સારાંશ આપવો ખરેખર મુશ્કેલ છે."

    એમેઝોન પ્રાઇમ વિડિયોના કન્ટેન્ટ એક્વિઝિશનના વડા મનીષ મેઘનાનીએ જણાવ્યું કે, “ફિલ્મમાં આધુનિક સમયનો રોમાંસ છે. આજે વાસ્તવિક જીવનમાં તમે પ્રામાણિક અને ગાઢ સંબંધ કે પ્રેમ કેવી રીતે મેળવી શકાય તે આ ફિલ્મમાં દર્શાવાયુ છે. ફિલ્મના ડાયરેકટર શકુન બત્રા ભૂતકાળમાં રિલેશનશિપ ડ્રામા પર કામ કરી ચુક્યા છે, આ સાથે જ આ ફિલ્મમાં કલાકારોનું પર્ફોર્મન્સ ખૂબ જ આકર્ષક રહ્યું છે, જે આપણે પહેલાં જોયું નથી"

    આ પણ વાંચોલારા દત્તાએ કર્યો મોટો ખુલાસો! સલમાન ખાન આજે પણ તેને મધરાત્રે કરે છે ફોન, અક્ષય કુમારની પણ કરી રસપ્રદ વાતો

    નિર્માતા કરણ જોહરે ઉમેર્યું કે, “ટ્રેલર ખરેખર સંબંધોને ઉજાગર કરે છે, ફિલ્મમાં ઘણું બધું છે. ફિલ્મમાં કેરેક્ટર બેવફાઈ કરી રહ્યાં હોય તેમ લાગે છે, પરંતુ ફિલ્મની સ્ટોરી ખરેખર લાગે છે તેના કરતા ઘણી ઊંડી જાય છે." આ ફિલ્મ જોસ્કા ફિલ્મ્સ, વાયકોમ 18 સ્ટુડિયો અને ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 11 ફેબ્રુઆરીએ એમેઝોન પ્રાઇમ વીડિયો પર સ્ટ્રીમ થશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Deepika Padukone, Movie Trailer, Trailer out

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन