'ગહેરાઇયાં' ની સ્ક્રિપ્ટ સાંભળીને ભાવૂક થઇ ગઇ અનન્યા, 20 મિનિટ પોતાની જાતને બાથરૂમમાં કરી લીધી બંધ
'ગહેરાઇયાં' ની સ્ક્રિપ્ટ સાંભળીને ભાવૂક થઇ ગઇ અનન્યા, 20 મિનિટ પોતાની જાતને બાથરૂમમાં કરી લીધી બંધ
અનન્યા પાંડે (Ananya Panday) ની આગામી ફિલ્મ 'ગહેરાઈયાં' (Gehraiyaan) ની સૌ કોઈ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. લાંબા સમય બાદ અનન્યા ફરી પડદા પર દેખાશે
Gehraiyaan Trailer release : અનન્યા પાંડે (Ananya Panday) એ જણાવ્યું કે, હું લગભગ 20 મિનિટ સુધી બહાર ન આવી અને તેઓ ડરી ગયા કે હું બાથરૂમમાં બેભાન થઇ ગઇ કે શું. પરંતુ હું ખૂબ આશ્ચર્યમાં હતી કે આ પ્રોજેક્ટ મને મળી રહ્યો છે. આ ફિલ્મનો ભાગ બનવા બદલ હું ખૂબ જ ખુશ હતી.”
અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) ની આગામી ફિલ્મ 'ગહેરાઈયાં' (Gehraiyaan) ની સૌ કોઈ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. લાંબા સમય બાદ અનન્યા ફરી પડદા પર દેખાશે. ફિલ્મનું ટ્રેલર ગુરૂવારે રીલીઝ (Gehraiyaan Trailer release) થઇ ચૂક્યું છે. અનન્યાનો રોલ ફિલ્મ પતિ, પત્ની ઓર વોની સરખામણીએ ઘણો પરીપક્વ હશે. 23 વર્ષીય અભિનેત્રીએ જણાવ્યું કે, તેણીએ તેની કારકિર્દીમાં આટલી વહેલી તકે આવી સ્ક્રિપ્ટની ક્યારેય અપેક્ષા નહોતી કરી.
ફિલ્મના ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટ સમયે અનન્યાએ જણાવ્યું કે, “મને યાદ છે કે જ્યારે શકુન (બત્રા, દિગ્દર્શક) અને આઈશાએ મને ફિલ્મની સ્ટોરી સંભળાવી, મેં તેમને પૂછ્યું કે, શું હું બાથરૂમમાં જઇ શકું છું? હું લગભગ 20 મિનિટ સુધી બહાર ન આવી અને તેઓ ડરી ગયા કે હું બાથરૂમમાં બેભાન થઇ ગઇ કે શું. પરંતુ હું ખૂબ આશ્ચર્યમાં હતી કે આ પ્રોજેક્ટ મને મળી રહ્યો છે. આ ફિલ્મનો ભાગ બનવા બદલ હું ખૂબ જ ખુશ હતી.”
આ ફિલ્મમાં દિપિકા પાદુકોણ (Deepika Padukone), સિદ્ધાંત ચતુર્વેદી (Sidhharth Chaturvedi) અને ધૈર્ય કર્વા જેવા કલાકારો પણ મુખ્ય પાત્રોની ભૂમિકા નિભાવતા જોવા મળશે. અભિનેત્રી કહે છે કે કલાકારોએ ગોવામાં બે મહિના સુધી શૂટિંગ કર્યું અને તેનાથી તેમની સાથે મિત્રતા કરવામાં મદદ મળી હતી. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું કે, “તે ફિલ્મના શૂટિંગનો શ્રેષ્ઠ ભાગ હતો. ફિલ્મ સાથે સંકળાયેલી દરેક વ્યક્તિ ખરેખર અમારા માટે પરિવાર જેવી છે. મને લાગે છે કે હું માત્ર એક એક્ટર તરીકે જ નહીં, પરંતુ એક વ્યક્તિ તરીકે પણ બદલાઇ છું.”
દીપિકાએ પણ તેના કો-સ્ટાર્સ વિશે વાત કરતી વખતે તેણીની ભાવનાઓ વ્યક્ત કરી હતી. દીપિકાએ જણાવ્યું કે, “અનન્યા, સિડ અને ધૈર્ય – આપણે સેટ પર ખૂબ સારો સમય પસાર કર્યો છે. ધૈર્ય એક મોટા ભાઇ સમાન છે, એવી કોઈ વ્યક્તિ કે જેને હું જાણું છું કે જો મને ક્યારેય કોઈ પ્રકારની સમસ્યા હોય, તો મધરાતે પણ હું તેને કૉલ કરી શકું છું અને તેની સાથે વાત કરી શકું છું. અનન્યા મારા માટે નાની બહેન જેવી છે. તે મારી બહેન (અનિષા પાદુકોણ) કરતા પણ નાની છે. સિડ એવી વ્યક્તિ છે જેને હું ખૂબ જ પસંદ કરું છું. ગલી બોયથી લઈને આ મૂવીમાં તેણે જે પ્રકારનું કામ કર્યું છે, તેની સફર મેં ખૂબ નજીકથી જોઈ છે. મને લાગે છે અમે લાઈફટાઈમ માટે મિત્રો બની ગયા છીએ.”
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર