Home /News /entertainment /

Gehraiyaan New Song Beqaaboo Release: નવા ગીતમાં દીપિકા-સિદ્ધાંતની અદભૂત લવ કેમેસ્ટ્રી જોવા મળી

Gehraiyaan New Song Beqaaboo Release: નવા ગીતમાં દીપિકા-સિદ્ધાંતની અદભૂત લવ કેમેસ્ટ્રી જોવા મળી

ગહેરાઈયાં ન્યુ સોન્ગ બેકાબુ

Gehraiyaan News Song Beqaaboo Release : 'ગહેરાઈયાં' ફિલ્મ (Gehraiyaan) માં દીપિકા પાદુકોણ (Deepika Padukone), અનન્યા પાંડે (Ananya Pandey), સિદ્ધાંત અને ધૈર્ય કારવા ઉપરાંત નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે

    Gehraiyaan New Song Beqaaboo Release : દીપિકા પાદુકોણ (Deepika Padukone), સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi), અનન્યા પાંડે (Ananya Pandey) અને ધૈર્ય કારવા (Dhairya Karwa) જેવા સ્ટાર્સથી સજ્જ આગામી ફિલ્મ 'ગહેરાઈયાં' (Gehraiyaan)નું નવું ગીત આજે રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થતાની સાથે જ 'બેકાબૂ' (Beqaaboo)’ ગીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. થોડા કલાકો પહેલા જ સોની મ્યુઝિક ઈન્ડિયાના યુટ્યુબ પર અપલોડ કરાયેલા આ ગીતનો વીડિયો 4 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

    'ગહેરાઈયાં' (Gehraiyaan) ફિલ્મનું આ નવું ગીત 'બેકાબૂ' (Beqaaboo)’ સવેરા અને શાલ્મલી ખોલગડેએ સાથે મળી ગાયું છે અને લિરિક્સ કૌસર મુનીરનું છે. ગીતમાં દીપિકા-સિદ્ધાંત અને અનન્યા-ધીરજની કેમેસ્ટ્રી જોવા મળી રહી છે. લોકોને આ ગીત ખૂબ જ પસંદ આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં ફિલ્મની આખી કાસ્ટ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'ગહેરાઈયાં' આ મહિને 11મી ફેબ્રુઆરીએ OTT પ્લેટફોર્મ Amazon Prime પર રિલીઝ થવા જઈ રહી છે.



    'ગહેરાઈયાં' ફિલ્મમાં દીપિકા, અનન્યા, સિદ્ધાંત અને ધૈર્ય કારવા ઉપરાંત નસીરુદ્દીન શાહ અને રજત કપૂર પણ મહત્વની ભૂમિકામાં છે. અલીશા (દીપિકા પાદુકોણ) અને ટિયા (અનન્યા પાંડે) બંને ફિલ્મમાં પિતરાઈ બહેનો છે, અને જેન (સિદ્ધાંત ચતુર્વેદી) ટિયાનો મંગેતર છે, જ્યારે અલીશા અને કરણ (ધૈર્ય કારવા) પાર્ટનર છે. જો કે આ સંબંધો સ્પષ્ટ છે, પરંતુ જ્યારે આ ચારેય એક સાથે આવે છે, ત્યારે જેન અલીશાની નજીક આવવા લાગે છે. આ સંબંધોમાં ગહેરાઈ છે જે તમને ફિલ્મમાં જોવા મળશે.

    આ પણ વાંચોસારા અલી ખાને અમૃતાના જન્મદિવસ પર શેર કરી તસવીરો, આ Photos જોઈ તમે પણ થઈ જશો કન્ફ્યૂઝ

    Jawska Films સાથે મળીને Viacom18 Studios અને Dharma Productions દ્વારા સંયુક્ત રીતે નિર્મિત, દર્શકો લાંબા સમયથી ફિલ્મ 'ગહેરાઈયાં'ની રાહ જોઈ રહ્યા હતા.
    Published by:kiran mehta
    First published:

    Tags: Ananya Pandey, Bollywood Latest News, Bollywood News in Gujarati, Deepika Padukone

    આગામી સમાચાર