Home /News /entertainment /

ફિલ્મ ગહેરાઇયાંના રિલીઝ બાદ હું મારી જાતને 5 દિવસ સુધી છુપાવવા માંગુ છુ: શકુન બત્રા

ફિલ્મ ગહેરાઇયાંના રિલીઝ બાદ હું મારી જાતને 5 દિવસ સુધી છુપાવવા માંગુ છુ: શકુન બત્રા

ગહેરાઈયાં -શુકુન બત્રાનું ઈન્ટરવ્યૂ

ગેહરાઇયાં (Gaheraiya) ફિલ્મમાં મુખ્ય પાત્રો દીપિકા પાદુકોણ (Deepika Padukone), સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે (Ananya Pandey) અને ધૈર્ય કારવા છે

  શકુન બત્રા (shakun batra) દ્વારા દિગ્દર્શિત ફિલ્મ ગેહરાઇયાં (Gaheraiya) હાલમાં બોલિવૂડમાં સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક છે. ફિલ્મમાં મુખ્ય પાત્રો દીપિકા પાદુકોણ (Deepika Padukone), સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે (Ananya Pandey) અને ધૈર્ય કારવા છે. ફિલ્મે પ્રી-રિલીઝ પહેલા જબરદસ્ત બઝ પેદા કરી દીધો છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો (Amezon Prime Video) પર આવી ગઇ છે. ત્યારે દિગ્દર્શક શકુન બત્રા કહે છે કે, તે ફિલ્મની રિલીઝ પછી બ્રેક લેવા માંગે છે.

  બત્રાએ ફિલ્મની રિલીઝના થોડા દિવસો પહેલા ન્યૂઝ 18 સાથેની વાતચીત દરમિયાન જણાવ્યુ હતુ કે,“ એક ફિલ્મ નિર્માતા તરીકે, તમે હંમેશા એ જોવા માટે ઉત્સુક છો કે, ફિલ્મ કેવી છે. રિલીઝ સુધીનું બિલ્ડ-અપ જબરજસ્ત રહ્યું છે, અને લોકોએ આ ફિલ્મ પાછળ ઘણી મહેનત કરી છે.

  તેઓ વધુમાં કહે છે કે, નર્વસ થવાય છે, આશા રહે છે કે લોકોની અપેક્ષાઓ પૂરી થશે અને જે રીતે તેની કલ્પના કરી છે, તે રીતે લોકો ફિલ્મ સાથે જોડાઈ શકશે. તો હા, હું ઉત્સાહિત, નર્વસ પણ છુ. આ સાથે ઘણી બધી વસ્તુઓ ચાલી રહી છે.

  બત્રાએ જણાવ્યું કે, “ખરેખર, જો તમે મને પૂછો, તો ફિલ્મ રિલીઝ થયાનાં 5 દિવસ પછી મારી જાતને એકલતામાં પસાર કરવા માંગુ છુ, કારણ કે તે પછી હું કંઈપણ સાંભળવા માંગતો નથી. હું 15/16 સુધી રહ્યાં બાદ મારે મારા ઘણાં વિચારોને દુર કરવાની જરુર છે. હું થોભી જવા માગું છું.

  ઉલ્લેખનીય છે કે, બત્રાએ કપૂર એન્ડ સન્સ અને એક મૈં ઔર એક તુ જેવી ફિલ્મોમાં રોમેન્ટીક સ્ટોરીઓને હટકે રીતે રજૂ કરી છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું ગેહરાઇયાં બોલિવૂડમાં રોમાંસને દર્શાવવાનો વધુ પરિપક્વ પ્રયાસ છે? જવાબમાં બત્રા કહે છે, “હા, આ ફિલ્મ વધુ જટિલ છે, તેનો ખરેખર મને આનંદ થાય છે. મને એવી સ્ટોરીઓ કહેવાની મજા આવે છે જ્યાં વસ્તુઓ સીધી નથી. પરંતુ પ્રામાણિકપણે, મને એવું પણ લાગે છે કે હવે હું જે કંઈ પણ કરીશ તે સંપૂર્ણપણે વિરુદ્ધ હોઈ શકે છે. કારણ કે મેં તે ઘણી વખત કર્યું છે. પણ કંઈક અલગ હટકે અથવા બીજું અજમાવવામાં મજા આવશે.

  ફિલ્મ માટે તેમની કાસ્ટિંગ પ્રક્રિયા વિશે વાત કરતા, બત્રાએ સમજાવ્યું કે, તેઓ એવા કલાકારોની શોધમાં હતા જેઓ તેમના વાસ્તવિક જીવનમાં સ્ક્રિપ્ટના પાત્રો જેવા હોય. “મારા માટે, કાસ્ટિંગનો એક મોટો હિસ્સો, પછી ભલે તે અનન્યા હોય, ધૈર્ય હોય કે દીપિકા હોય, હંમેશા તેમના વાસ્તવિક જીવનમાં જોવાનું રહેશે, તેઓ કોણ છે અને મેં જેને જેવી રીતે લખ્યા છે અથવા કલ્પના કરી છે તેટલા જ તેઓ આ કેરેક્ટરની નજીક છે. આ પ્રથમ વસ્તુ છે જે હું શોધી રહ્યો છું. હા હું એ નથી જોઈ રહ્યો કે, તેઓ તેમની એક્ટીંગમાં કેટલા સારા છે. પ્રથમ વસ્તુ એ છે કે, તેઓ પહેલેથી જ કેટલા નજીક છે? કારણ કે, પછી સેટ પર તમારું કામ ઓછું થઈ જાય છે, ”

  આ પણ વાંચો - અનન્યા પાંડેનો સામનો કરવો સરળ નથી! પાપા ચંકી પાંડેએ કહ્યું, દીકરી માટે વર કેવો હોવો જોઈએ

  ઓટીટી પર આ ફિલ્મ રીલીઝ હોવા છતાં, ગેહરીયાન ફિલ્મની ચર્ચા થિયેટર રીલીઝ કરતા ઓછી ન હતી. શકુન કહે છે કે, આ સમયે આ ફિલ્મને રિલીઝ કરવાનો ડિજિટલ રસ્તો યોગ્ય છે. “મને લાગે છે કે તે પ્લસ પોઇન્ટ છે એ પણ આ કોરોનાના સમયમાં બહાર જવાનું સંપૂર્ણ રીતે સલામત અનુભવવું લોકો માટે હજી પણ ખૂબ મુશ્કેલ છે. જેથી અહીં તે ખૂબ જ સરળ બનશે. તમારે ફક્ત તમારા સોફા પર બેસવાનું છે, જ્યારે તમે ઇચ્છો અને તમે કેવી રીતે ઇચ્છો તે ટ્યુન ઇન કરવાનું રહેશે. તમારે ક્યાંય મુસાફરી કરવાની જરૂર નથી. "
  First published:

  Tags: Ananya Pandey, Bollywood Latest News, Bollywood News in Gujarati, Deepika Padukone

  આગામી સમાચાર