Home /News /entertainment /

ગેહના વશિષ્ઠનો મુંબઈ પોલીસ પર આરોપ, 'રાજ કુંન્દ્રા-એકતા કપૂરનું નામ લેવા માટે દબાણ કર્યું હતું'

ગેહના વશિષ્ઠનો મુંબઈ પોલીસ પર આરોપ, 'રાજ કુંન્દ્રા-એકતા કપૂરનું નામ લેવા માટે દબાણ કર્યું હતું'

મેં જે વીડિયોમાં કામ કર્યું હતું તે બોલ્ડ કન્ટેન્ટ હતી પોર્ન નહીં. ત્યારથી હું માનું છું કે મેં અને રાજ કુન્દ્રાએ કાંઈ ખોટું કર્યું નથી'.

મેં જે વીડિયોમાં કામ કર્યું હતું તે બોલ્ડ કન્ટેન્ટ હતી પોર્ન નહીં. ત્યારથી હું માનું છું કે મેં અને રાજ કુન્દ્રાએ કાંઈ ખોટું કર્યું નથી'.

  બિઝનેસમેન રાજ કુન્દ્રા (Raj Kundra) અશ્લીલ ફિલ્મો બનાવવા અને એપ દ્વારા તેને રિલીઝ કરવા માટે આરોપોનાં ઘેરામાં છે. રાજ કુન્દ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. મુંબઈ પોલીસનો દાવો છે કે, તેમની પાસે રાજ વિરુદ્ધ મજબૂત પુરાવા છે. બીજી તરફ પોર્નોગ્રાફી કેસમાં ફસાયેલી ગેહના વશિષ્ઠે (Gehana Vasisth) મુંબઈ પોલીસ (Mumbai Police) પર ગંભીર આરોપો લગાવ્યા છે. ગહેનાનો આરોપ છે કે, પોર્ન રેકેટ કેસમાં (Porn Racket case) રાજ કુન્દ્રા અને એકતા કપૂરના નામ લેવા માટે મુંબઈ પોલીસ દ્વારા તેની પર દબાણ કરવામાં આવી રહ્યું છે.

  મુંબઈ પોલીસે રૂપિયા પણ માંગ્યા હતા 

  'ઇન્ડિયા ટુડે ટીવી' સાથેની વાતચીતમાં પોતાના નિવેદનમાં ગહેનાએ મુંબઈ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. અભિનેત્રીના જણાવ્યા અનુસાર, 'મુંબઈ પોલીસે આ વર્ષે ફેબ્રુઆરીમાં તેના નિવેદનમાં રાજ કુન્દ્રા અને એકતા કપૂરનું નામ લેવાનું કહ્યું હતું, પરંતુ તેણે આવું કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે પોલીસે રૂપિયાની પણ માંગણી કરી હોવાનો આરોપ પણ લગાવ્યો છે.

  ધરપકડની ધમકીનો દાવો

  ગેહના વશિષ્ઠે ઈન્ટરવ્યુ દરમિયાન દાવો કર્યો છે કે, મુંબઈ પોલીસે તેની ધરપકડ ન કરવા માટે 15 લાખની માંગણી કરી હતી. અભિનેત્રીના જણાવ્યા અનુસાર, પોલીસકર્મીઓએ તેને કહ્યું કે, જો તે તેને આ રકમ આપશે તો તેની ધરપકડ કરવામાં આવશે નહીં. પરંતુ, તેણે પૈસા આપવાની ના પાડી દીધી હતી.

  'મેં અને રાજે બોલ્ડ કન્ટેન્ટ આપ્યું છે પોર્ન નહીં'

  ગેહના વસિષ્ઠ કહ્યું હતું કે, 'પોલીસકર્મીઓએ મારી પાસે પૈસા માંગ્યા હતા, પણ મેં પૈસા આપ્યા નહીં કારણ કે મને લાગ્યું કે, જ્યારે મેં કાંઈ ખોટું કર્યું નથી તો રુપિયા કેમ આપુ. મેં જે વીડિયોમાં કામ કર્યું હતું તે બોલ્ડ કન્ટેન્ટ હતી પોર્ન નહીં. ત્યારથી હું માનું છું કે મેં અને રાજ કુન્દ્રાએ કાંઈ ખોટું કર્યું નથી'. જોકે, 'પોલીસ દ્વારા ત્યારે જ ધમકી આપવામાં આવી હતી કે, આનું પરિણામ ભોગવવાની તૈયારી રાખજે.'

  નોંધનીય છે કે, ઇટાઇમ્સના અહેવાલ પ્રમાણે, બે પીડિતાએ ગેહના વશિષ્ઠ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ સાથે જ તેણે દાવો કર્યો છે કે, તેને ડરાવી, ધમકાવીને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી હતી અને શૂટિંગ કરવામાં આવ્યું હતું. તો બીજી પીડિતાએ રોવા ખાન પર ધમકાવવાનો તથા દબાણ કરીને શૂટિંગ કરાવાનો આરોપ મૂક્યો છે. પોલીસે સુરક્ષાના કારણોસર બંને પીડિતાનાં નામ છુપાવ્યાં છે. આ નિવેદનમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ગેહના તથા રોવાએ પીડિતાઓને પોર્ન કન્ટેન્ટ બનાવવા માટે મજબૂર કરી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Ekta Kapoor, Porn Case, Raj Kundra, બોલીવુડ

  આગામી સમાચાર